Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોરબંદર જિલ્લામાં ૧૦૪ વ્યકિતઓ કોરોન્ટાઇન નિરીક્ષણ હેઠળ : ૫૮૯ વ્યકિતઓનું હોમ કવોરન્ટાઇન પૂર્ણ

પોરબંદર તા. ૭ : કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે.  હાલ સુધીમાં શંકાસ્પદ વ્યકિતઓનાં લેવામાં આવેલ ૬૪ સેમ્પલ નેગેટીવ તથા અત્યાર સુધીમાં કૂલ ૩ સેમ્પલ પોઝીટીવ આવેલ છે.

જિલ્લા કવોરન્ટાઇન ખાતે કૂલ ૩૪૨ વ્યકિત પૈકી ૨૩૮ વ્યકિતઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ૧૦૪ વ્યકિતઓ ચકાસણી હેઠળ છે. હોમ કવોરન્ટાઇનમાં કૂલ ૧૧૦૯ વ્યકિતઓ ચકાસણી રખાયા તે પૈકી ૫૮૯ વ્યકિતઓનું હોમ કવોરન્ટાઇન પૂર્ણ થયેલ છે.

પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ ૨૩,૧૯૦ વ્યકિતઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા ૬.૨૧ લાખથી વધુ વ્યકિતઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોના વાયરસ ના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયર રાખવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.

(11:37 am IST)