Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉનાઃ લોકડાઉન દરમિયાન તીનપતી જુગાર રમતા ૧૩ શખ્સો ૩ર હજાર રોકડ સાથે ઝડપાયા

જુગાર ધારા તેમજ જાહેરનામા ભંગના ગુન્હા દાખલ

ઉના, તા. ૭ : તાલુકાના સોનારી ગામે લોકડાઉનમાં જુગાર રમતા ૧૩ શખ્સોને ઉના પોલીસે ૩ર૪ર૦ રૂપિયા રોકડા સાથે પકડી પાડી જુગાર ધારા તથા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.  ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, કે.જે. પીઠીયા, પોલીસ ભીખુશા બચુશા, મેહુલસિંહ પ્રતાપસિંહ, વિજયભાઇ હામભાઇ, પ્રકાશભાઇ પુનાભાઇ તથા ડ્રાઇવર પ્રકાશભાઇ ગામડામાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે ઉના તાલુકાના સોનારી ગામે સોલંકી ફળીયામાં અમુક લોકો જાહેરનામાનો ભંગ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય રેડ પાડતા (૧) પરબત વશરામ સોલંકી (ર) જીણાભાઇ બીજલભાઇ સોલંકી (૩) અરજણ વશરામ સોલંકી (૪) ધીરૂભાઇ હાજાભાઇ (પ) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (૬) ગોપાલદાસ ભગવાનદાસ હરીયાણી (૭) બાલુભાઇ વશરામ સોલંકી (૮) રમેશ રૂડા ડાભી (૯) દિનેશ બટુકભાઇ હરીયાણી (૧૦) રસીકભાઇ કરશન વંશ (૧૧) દેગણભાઇ વીરાભાઇ સોલંકી (૧ર) કાનાભાઇ રામભાઇ ડાભી (૧૩) ચનુભાઇ વશરામભાઇ સોલંકી રે. તમામ સોનારી તા. ઉના વાળાને પૈસાની હારજીતનો જુગાર રમતા રૂ. ૩ર૪ર૦ રોકડ રૂપિયા કબ્જે કરી તમામ ૧૩ લોકોએ જાહેરનામાનો પણ ભંગ કરેલ હોય બીજો ગુનો પણ દાખલ કરી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:28 am IST)