Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કાલે હનુમાન જયંતિઃ સાળંગપુરમાં સાદાઇથી ઉજવણી કરાશે

'કોરોના' વાયરસને મહામારીથી બચાવવા પ્રાર્થના કરાશેઃ સામુહિક કાર્યક્રમ રદ

રાજકોટ તા. ૭: કાલે બુધવારે હનુમાન  જયંતિ છે. પરંતુ આ વખતે 'કોરોના' વાયરસના સંકટના કારણે  શ્રી સાળંગપુર સહિત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિવિધ સ્થળોએ હનુમાન જયંતિ  પર્વની  ઉજવણી સામુહિક  રીતે કરવામાં નહિ આવે અને  'કોરોના' વાયરસની મહામારીથી બચાવવા પ્રાર્થના કરાશે.

વાંકાનેર

વાંકાનેરઃ બોટાદ નજીક આવેલ સુપ્રસિધ્ધ 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના મંદિર - સાળંગપુર ખાતે' પ્રતિવર્ષ શ્રિ હનુમાન જયંતિના પાવન પર્વ દાદાના મંદિરે લાખો ભાવિકો દર્શનાર્થે પધારતા હોય કે હાલમાં કોરોના વાઇરસના લીધે  મંદિર પણ બંધ છે. આગામી શ્રી હનુમાન જયંતિના તા. ૮ એપ્રિલને બુધવાર ચૈત્રસુદ પૂનમના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા હનુમાનજી જયંતિના પવિત્ર અવસરે કેેવળ સંતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે. 'મારૂતિ યજ્ઞ' પણ રાખેલ નથી. સર્વે ભકતજનો માટે 'આરતી' પ્રસાદીની છડીનો અભિષેક , અનકોર વગેરે કાર્યક્રમના દર્શન ઓનલાઇન યુ-ટ્યુબના  માધ્યમથી થશે. સરકારશ્રીના આદેશ મુજબ કોઇપણ નાગરિકને  - ભકતોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુર થી પૂજ્ય શ્રી ડી.કે. સ્વામી તથા ભકતજન હિતેશ શરદે જણાવેલ છે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી ધોરાજીના દરબારગઢ પાસે આવેલ પ્રાચીન શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ૨૨ વર્ષથી હનુમાન જયંતી મહોત્સવ સાથે ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક ૧૧૧ હનુમાનચાલીસા હોમાત્મક મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે તેમજ ૬ હજારથી વધુ ભાવિક ભકતો મહાપ્રસાદ લેવા પણ પધારતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાવાયરસ મહામારી ના કારણે ભારત સરકાર અને ગુજરાત સરકાર તમામ ધાર્મિક કાર્યક્રમો ઉત્સવ વગેરે વગેરે બંધ રાખવાની અપીલ કરી છે ત્યારે આપણે સૌ સરકારના આદેશનું પાલન કરીશું અને હનુમાન જયંતી મહોત્સવ દરેક ભાવિક ભકતજનો પોતાના જ દ્યરે ઉજવશે

ધોરાજી શ્રી બાદયોગી હનુમાનજી મંદિર હનુમાન જયંતી મહોત્સવ સમિતિના કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ પઢીયાર બીપીનભાઈ મકવાણા રાજુભાઈ પોપટ પીન્ટુભાઇ સૂચક રોહિતભાઈ પઢીયાર દીપકભાઈ ગોંડલીયા સંયુકત યાદીમાં જણાવેલ કે ધોરાજીના પ્રાચીન ગણાતા શ્રી બાલયોગી હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે ૨૩ મો વાર્ષિક પાટોત્સવ હનુમાન જયંતી મહોત્સવ તેમજ ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ આ વર્ષ પૂરતો બંધ રાખવામાં આવેલ છે તેમજ આ મહોત્સવ દરમિયાન ૬ હજારથી વધુ ભાવિક ભકતજનો મહા પ્રસાદ લેવા પધારશો ત્યારે આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે રાજય સરકારની અપીલને માન આપી સંપૂર્ણ કાર્યક્રમ બંધ રાખેલ છે

ત્યારે કળિયુગ ની અંદર હનુમાનજીની ઉપાસના ખૂબ જ મહત્વની છે અને હાલમાં કોરોનાવાયરસ નવી આપ સમગ્ર વિશ્વમાં વધ્યો છે ત્યારે ગુજરાતમાં આ વાયરસ આપણા ઘર સુધી ના પહોંચે એ માટે તમામ ભાવિક ભકતજનો હનુમાન જયંતી મહોત્સવ પોતાના જ ઘરે ઉજવશે જેમાં વધુમાં વધુ લોકો પોતાના જ દ્યરે હનુમાન ચાલીસાના પાઠ દ્વારા ઉજવણી કરશે.

(10:29 am IST)