Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જસદણના ભાવેશ રામાણીને પોલીસે ઉઠબેસ કરાવીને અંગુઠા પકડાવતા કિડનીમાં તકલીફ : ડાયાલીસીસ

આટકોટ, તા. ૭ : જસદણના યુવકને જસદણ પોલીસે ત્રણ દિવસ પહેલા શેરીમાં બેઠા હોય પોલીસ સ્ટેશન લઇ જઇ ઉઠબેસ કરાવી બાદમાં પગના અંગુઠા પકડાવતા યુવકને જસદણ પ્રાથમિક સારવાર બાદ તાત્કાલીક રાજકોટ હોસ્પિટલે ખસેડવો પડયો છે. જયાં ગઇકાલે તેની કિડનીમાં તકલીફ થતા ડાયાલીસીસ કરવું પડયુ હતું. આ બનાવથી ભારે ચર્ચા જાગી છે.

જસદણના ગંગા ભુવન વિસ્તારમાં રહેતા ભાવેશરામાણી તેના મિત્ર સાથે ઘર પાસે બેઠઠો હતો ત્યાર પોલીસ બંને યુવકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી જયાં બંને પાસે પ૦થી ૬૦ ઉઠબેસ કરાવી બાદમાં અંગુઠા પણ પકડાવતા ભાવેશ રામાણીને કિડનીમાં ઇજા થતાં તેને રાજકોટ સારવાર માટે ખસેડેલ છે. જયાં ગઇકાલે તેને ડાયાલીસીસ કરાવવું પડયું હતું.

આ અંગે આજે જસદણના પી.આઇ. રાવત સાથે ટેલીફોનીક વાત કરતા તેઓ આ અંગે કંઇ જ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.

જો કે બંને યુવકને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ રાજકીય ભલામણો આવતા ગુન્હો દાખલ કર્યા વગર જ બંનેને ઉઠબેસ અને અંગુઠા પકડાવી જવા દેવામાં આવ્યા હતાં.

આ બનાવે  જસદણમાં ભારે ચર્ચા જગાવી છે.

(12:52 pm IST)