Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જામનગરના જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે પસાર થતા રેતીની ધંધાર્થીની કાર ને અન્‍ય ધંધાર્થીએ રોકી : હવામાં બેરાઉન્‍ડ ફાયરીંગ : ૧ર શખ્‍સો સામે ફરીયાદ નોંધાઇ

જોડિયા: જામનગરના જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે પસાર થતા રેતીના ધંધાર્થીની અન્‍ય ધંધાર્થીઓઅે કાર રોકી હતી અને હવામાં બેરાઉટ ફાયરીંગ કર્યુ હતું. આ અંગે ૧ર શખ્‍સો સામે ફરીયાદ નોંધાઇ છે.

જામનગર જિલ્લો ખનીજ ચોરીમાં કેટલાય સમયથી બદનામ થયો છે. તંત્રની મીઠી નજર હેઠળ બળુકા ખનીજ ચોરો વગર મહેનતે કૌભાંડો આચરી બળુકા બની ગયા છે. જેને લઇને ગેરકાયદેસરના ધંધામાં જુથવાદ વકર્યો છે. જોડિયા તાલુકાના રેતી ચોરી સંદર્ભે અવાર નવાર ફરિયાદો ઉઠવા પામી છે. અનેક વખત ઉચ્ચ તંત્ર સુધી રજૂઆતો પહોચી છે. તંત્રની મીઠી નજર હેઠળ ચાલતી ખનીજ ચોરીમાં પણ હરીફાઇ અને વર્ચસ્વ માટે લડાઇઓ શરૂ થઇ છે. આજે સવારે જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસેથી ફરિયાદી કારાભાઈ ઘેલાભાઈ વરુ ..૨૯ તેની કાર લઇ પસાર થતાં રેતીના વ્યવસાયની કારને એક જુથના આરોપી ) ક્રિપાલસિંહ ઉર્ફ પિટુંભા શાતુંભા જાડેજા રહે.હડાટોડા ) મિતેશ ) ભૂરો ) વિનુભાઈ પટેલ દ્વારા આંતરી લેવામાં આવી હતી. ક્રિપાલસિંહ પોતાના કબ્જાના હથિયારમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા અફડાતફડી મચી ગઇ હતી. ફાયરિંગ થતાં ભાદરા પાટીયા અને ઘટના સ્થળ પરની દુકાનો ટપોટપ બંધ થઇ હતી. જે અંગે ધટનાની જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાય હતી.

બનાવની જાણ થતાં જોડિયા પોલીસ અને જામનગર એલસીબી, એસઓજીની બે ટીમો ઘટના સ્થળે રવાના થઇ હતી. બનાવે જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસે ફાયરિંગની ઘટનામાં ફરિયાદ નોધી આરોપીને તજી લેવા તપાસ હાથ ધરી છે.

(12:34 am IST)