Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

કચ્‍છ: રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો સોંપવામાં ન આવતા ૧૪ મીઅે હાઇવે બ્‍લોક કરાશે : જીગ્‍નેશ મેવાણી

કચ્‍છ: અહીંના રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો પત્ર દ્વારા અપાયો નથી. આથી તા. ૧૪ના હાઇવે બ્‍લોક કરવાની ચીમકી જીગ્‍નેશ મેવાણીએ આપી છે.

૨૨મી જાન્યુઆરીએ કચ્છ કલેકટરને આપેલા આવેદનપત્રના જવાબમાં કોઈ નક્કર પગલા ભરવામાં આવતા રાપરના દલિત અને કોળી સમાજના લોકો નારાજ થયા છે.

નીલ રાઠોડના જણાવ્યા અનુસાર ૨૨મિ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર કચ્છ કલેકટરને આપવામાં આવ્યું હતું. જેમાં રાપર તાલુકાના દલિત અને કોળી સમાજના લોકોને ૧૯૮૪માં સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનનો કબ્જો મેળવવાની માંગણી હતી. માંગણીમાં હજી સુધી સરકાર અને કલેકટર ઓફીસ કચ્છ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે આવનાર ૧૪મી એપ્રિલના રોજ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયના વિરોધમાં સમીખીયાળી હાઇવે બ્લોક કરવામાં આવશે જેની આગેવાની ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરશે અને એમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જોડાવાના છે. નીલે જણાવ્યું હતું કે ૧૯૮૪માં રાપર તાલુકાના દલિત અને કોળી પરિવારોને સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી, પરંતુ તેનો કાયદેસરનો કબજો સોંપવામાં આવ્યો હતો અને જમીનો અન્ય માથાભારે લોકો પાસે હોવાથી દલિત અને કોળી સમજના લાભાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. જેમાં દલિત સમાજના લોકોને સોંપવામાં આવેલી ૩૩૦૦ એકર જમીન અને કોળી સમાજના લોકોને સોંપવામાં આવેલી ૨૪૦૦ એકર જમીન હજી મૂળ લાભાર્થીઓના કબ્જામાં નથી. જેના માટે ન્યાય મેળવવા માટે આંદોલન કરવું પડે છે. જીગ્નેશ મેવાણીઅ જણાવ્યું કે, અમે સરકારને આવેદનપત્ર આપ્યું છતાય કોઈ નક્કર પગલા સરકાર દ્વારા ભરવામાં આવ્યા નથી જેના વિરોધમાં અમે આવનાર ૧૪મી એપ્રિલના રોજ સમીખીયાળી હાઈ વે બ્લોક કરીશું જેમાં સાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હશે. જો દલિતોને એમનો ન્યાય મળતો હોય તો એના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

કચ્છ કલેકટર રેમ્યા મોહનએ જણાવ્યું હતું કે, મુદ્દે સરકારી નિયમો પ્રમાણે કાર્યવાહી ચાલુ છે જેમાં ૨૭ ગામોનાં ૫૬૦ જેટલા સર્વે નંબર હોય કામગીરી સરકારના પરિપત્ર અનુસાર થઇ રહી છે.

(12:33 am IST)