Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

દ્વારકાધીશના જગત મંદિરમાં વર્ષ દરમિયાન ગત વર્ષની સરખામણીમાં રોકડ રકમમાં ત્રણ કરોડ રૂપિયાનો વધારો : આવકમાંથી પુજારી પરિવારોને ૮૩ ટકા, ૧પ ટકા દેવસ્‍થાન સમિતિને, બે ટકા ચેરીટી કમિશ્‍નરમાં જમા કરાવાય છે

દ્વારાકા: દ્વારકાધીશ જગત મંદિરમાં વર્ષ દરમિયાન ગત વર્ષની સરખામણીમાં રોકડ રકમાં ત્રણ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આવકમાંથી પુજારી પરિવારોને ૮૩ ટકા અને ૧પ ટકા દેવસ્‍થાન સમિતિને અને બે ટકા ચેરીટી કમીશનરમાં જમા કરાવાય છે.

વાત શ્રધ્ધાની આવે ત્યાં તમામ પુરાવા ગૌણ બની જાય છે... શ્રધ્ધા ભગવાન તરફે હોય કે હોય માનસ તરફે, અહીં ભગવાન તરફની શ્રધ્ધાની વાત છે. ભારતભરના અનેક એવા મંદિરો છે જ્યાં એક દીવસમાં શ્ર્ધાળુઓ ભગવાનના ચરણોમાં પોતાની મહામુલી સંપતિ અર્પણ કરતા આવ્યાના દાખલા છે, શિરડી મંદિર હોય કે હોય તિરૂપતીનું મંદિર, ભક્તોની શ્રધ્ધામાં ઉતરોતર વધારો થતો જાય છે. દેશના અરબ સાગરના કિનારે આવેલ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાધીશ મંદિરે છેલ્લા વર્ષ દરમિયાન ૧૨,૯૪,૨૧,૪૫૯ રૂપિયાની રોકડ આવક થઇ છે, ૬૯૧ ગ્રામ સોનું અને ૪૯ કિલો ૯૮૨ ગ્રામ ચાંદી દાન રૂપે મંદિરમાં ધરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ વરસે રોકડ રકમમાં ત્રણ કરોડનો વધારો થયો છે.

ભગવાન દ્વારકાધીશને ચડાવવામાં આવેલ દાન-દક્ષિણાની વહેચણીમાં પણ ભાગ નક્કી કરવામાં આવ્યા છે,

જેમાં વર્ષ દરમિયાન જે કઈ દાન મળે તેમાંથી મંદિરની સેવા પૂજા કરતા પુજારી પરિવારોને ૮૩ ટકા રકમ, જ્યારે ૧૫ ટકા રકમ દેવસ્થાન સમિતિને આપવામાં આવે છે, બાકીની રકમ ચેરીટી કમિશ્નર કચેરીમાં જમા કરાવવામાં આવે છે.

(12:32 am IST)