Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જામનગરમાં આવેલ શંકર ટેકરી વિસ્‍તારમાં ર૦ રૂપિયા માટે એક યુવાની હત્‍યા: આરોપી પકડાયો

જામનગર: શંકર ટેકરી વિસ્‍તારમાં ર૦ રૂપિયા માટે એક યુવાનની હત્‍યા કરાઇ છે અને આ હત્‍યા કરનાર આરોપી પકડાઇ ગયો છે.

સપ્તાહ પૂર્વે સંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર અન્ય યુવાને હુમલો કરી ઘાતક ઈજા પહોંચાડ્યા બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાઈ ગયો છે શહેરના ફુલીયા હનુમાન વિસ્તારમાં ગોદડીયાવાસમાં ગફારભાઇની દુકાન પાસે રહેતા વિજયભાઇ નામના યુવાન પર અન્ય એક યુવાને હુમલો કર્યો હતો, એક સપ્તાહની સારવાર બાદ યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

ગત તા. ૩૦મી ના રોજ રાત્રે શંકરટેકરી વિસ્તારમાં હુસેનભાઇના મકાનમાં રહેતા રમેશભાઇ રાયસંગભાઇ વાઘેલા (..40) નામના યુવાન પર વિસ્તારમાં રહેતા રાહુલ ગીરીશ વાઘેલા નામના શખ્સે છરી વડે હુમલો કરી ડાબા પડખાના પેટના ભાગે એક ઘા અને જમણા પગના સાથળના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હતી.

 બનાવ બાદ ઘાયલ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની પત્ની શકુબેને આરોપી રાહુલ સામે પોતાના પતિની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. માલુભાના ચોક પાસેથી પસાર થતાં પોતાના પતિ પાસે આરોપીએ દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા હતાં. રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. બનાવ અંગે સીટી સી ડિવિઝનના પી.આઇ. એમ.એમ. રાઠોડ સહિતના સ્ટાફ વધુ તપાસ કરે તે પૂર્વે સપ્તાહની સારવારમાં રહેલા યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપીને જે તે સમયે પકડી પાડી પૂછપરછ કરી જેલ હવાલે કરી દીધો છે. માત્ર વીસ રૂપિયા જેવી સામાન્ય બાબતે મૂળ નડિયાદના અને છેલા દસ વરસથી જામનગર રહેતા અને દરેડમાં મજુરી કામ કરતા યુવાનની હત્યાના બનાવને લઇને સમાજ ચિંતકોને પણ વિચારતા કરી મુક્યા છે.

(12:32 am IST)