Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

લીંબડી તાલુકા પ્રાથમીક ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી સંદીપ શાહ રૂ. ૧.૩૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વઢવાણઃ લીંબડી તાલુકા પ્રાથમીક ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી રૂ.૧.૩૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના એસીબી પીઆઇ આર.વાય.રાવલ અને રાજકોટ એસીબી એકમના સુપર વીઝન અધિકારી એ.પી.જાડેજા અને ટીમે એક જાગૃત નાગરીકની ફરીયાદના આધારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીની મીડલ સ્કુલમાં છટકુ ગોઠવ્યું હતું.

જેમાં લીંબડી તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી સંદીપ અરવિંદભાઇશાહ (ઉ.વ.પ૪) રંગે હાથ ઝડપાઇ ગયા હતા.સંદીપ શાહે ફરીયાદીના પિતા ૧૯૯૪ની સાલમાં નિવૃત થયા હતા. જેઓના પગાર તફાવતનું બીલ વ્યાજ સહિત ચુકવવા અંગે કોર્ટ દ્વારા હુકમ થયો હતો. જે અંગેના બાકી રહેલા રૂ. પ, ૬૩, ર૭૪ ના ચેક આપવા માટે કુલ રકમના ર૦ ટકા લાંચ પેટે તથા અગાઉ આપેલ ચેકના ર૦ હજાર બાકી હોય તે મળી રૂ. ૧.૩૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

(6:46 pm IST)