Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ભાવનગર-સુરકાના ખેડૂતો ઉપર ફરી બળપ્રયોગ-ટીયરગેસ છોડાયો

ગુલાબના ફુલો સાથે ખેતરોમાં શાંતીપૂર્ણ બેસી જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા હતા

ભાવનગર તા. ૭ : ભાવનગર નજીક સુરકા ગામે જમીન સંપાદન કામગીરીનો ગુલાબ વાવી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડુતો ઉપર પોલીસે બળપ્રયોગ કરી ટીયરગેસના બે રાઉન્ડ છોડયા હતા દરમ્યાન પોલીસને સમજાવતા હવે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ખેડુતો વિરોધ કરી રહ્યા છ.ે

ભાવનગરના ઘોઘા પંથકના ૧ર ગામોમાં જીપીસીએલ કંપની દ્વારા જમીન સપાંદનના વિરોધમાં ખેડુતો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છ.ે

આજે ખેડુતો ગુલાબના ફુલસાથે ખેતરોમાં બૈસ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડુતોને જોઇ પોલીસ ગભરાઇ ગઇ હતી અનેે ખેડુતોને વિખેરવા બે રાઉન્ડ ટીયરસેગના સેલ છોડયા હતા.

દરમ્યાન ગામના આગેવાનોએ પોલીસને સમજાવ્યા હતા કે ખેડુતો હિંસકો દેખાવો કરવા નથી માત્ર ગુલાબ સાથે વિરોધ કરી રહ્યા છ.ે આથી પોલીસને સમજાવતા માહોલ શાંત થયો હતો. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડુતો વિરોધ દર્શાવી રહ્યા છ.ે(૬.૨૫)

 

(4:36 pm IST)