Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જામનગરના ભાદરા ગામના પાટીયે હવામાં ફાયરીંગ

જામનગર, તા. ૭ :. જામનગર જીલ્લાના ભાદરા ગામના પાટીયા પાસે ખનીજ વ્યવસાયની માથાકુટમાં હવામાં ફાયરીંગ થયાનુ ચર્ચાય રહ્ના છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સો વચ્ચે માથાકુટમાં એક જુથ દ્વારા અન્ય જૂથના શખ્સની કાર રોકાવતા બબાલ થઈ હતી.

જેમા કારમાંથી ઉતરી શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હોવાનું ચર્ચાય છે. પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. બબાલના પગલે ધોરી માર્ગ પર દોડધામ મચી ગઈ હતી.

(2:07 pm IST)