Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વેરાવળમાં વરલી ઉપર દરોડો : પિતા - પુત્રને પોલીસે માર માર્યાનો આક્ષેપ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૭: વેરાવળ મોટા કોળીવાડાના નાકે વરલી મટકાનો જુગાર રમતો હોય તેથી એલ.સી.બી. પોલીસે દરોડો પાડેલ જેમાં વિરજી ગાવડીયા બનાવના સ્થળેથી રોકડા રૂ.૨૯૮૧૦ તથા ચીઠી બે મુકીને નાશી ગયેલ હોય જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોîધેલ છે.

આ બનાવ અંગે પાયલ ગાવડીયા એ જણાવેલ હતુ કે બપોરે ૩ વાગ્યે અચાનક ૪ પોલીસ વાળા અમારા ઘરમા આવી ગયેલ હતા અને મારા બાપુજી વિરજીભાઇ ગાવડીયાને જેમ તેમ મારમારવા લાગેલ હતા. જેથી હુ વચ્ચે પડતા મને પણ માર મારેલ હતો. અને મારા ઘરે તોડફોડ પણ કરેલ હતી. જેથી આજુબાજુ રહેતા પરીવારો પણ ભેગા થઇ ગયેલ હતા. હોહા થતા પોલીસો મોટર સાઇકલ લઇને ભાગી ગયેલ હતા મને મારા બાપુજીને ઈજા થતા હોસ્પિટલે આજુબાજુ વાળા લાવેલ હતા. ૪ પોલીસવાળાએ અમોને આડેધડ મારમારેલ છે. ઘરમા ઘુસી ગયેલ છે જેના સાક્ષી આજુબાજુના પરિવારો છે. તેનો વિડીયો તથા ફોટોગ્રાફી પણ છે પોલીસે ખોટો ગુનો નોîધેલ છે. તેવું જણાવેલ હતુ આ બનાવ બનતા આખા કોળીવાડામાં હોહા મચી ગયેલ હતી. અને ટોળાઅો ભેગા થઇ ગયેલા હતા. જેથી પોલીસે રોડ ઉપર પી.સી.આર.વાન પણ રાખેલ છે.(૮.૧૧)

(1:50 pm IST)