Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જામનગરમાં ભાજપ દ્વારા આશ્ચર્યજનક વિરોધપ્રદશિત કાર્યક્રમ

જામનગર,તા.૭:ગુજરાતની મહત્વની નર્મદા યોજનાને ખોરંભે ચડાવનાર મેઘા પાટકરને કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવએ અભિનંદન આપી કોગ્રેસ ખુલ્લી પડી હોવાના આક્ષેપો સાથે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે જામનગર શહેર દ્વારા પણ ખંભાળીયા ગેઇટ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિવિધ સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવાયો હતો. તે પ્રસંગની તસ્વીર

શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા,મહામંત્રી પ્રકાશ બામણીયા,વિમલ કગથરા,મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલાસિંહ  રાજપૂત,શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઇ ગોરી,ડે મેયર ભરત મેહતા, કોર્પોરેટર બીનાબેન કોઠારી, નટુભાઇ રાઠોડ, મનીષ કનખરા, ક્રિષ્નાબેન સોઢા,અલ્કાબા જાડેજા, ડિમ્પલ રાવલ, ગોપાભાઇ સોરઠીયા, નારાયણભાઇ મકવાણા, આનંદ પ્રજાપતિ,દિલીપભાઇ જોઇશર સહીત યુવા મોરચાના દિલીપસિંહ જાડેજાા,ભાવેશ ઠુમ્મર,મોહિત માંગી,મહેશ વિરાણી,દર્શન ત્રિવેદી, વિજયરાજસિંહ ગોહિલ,ચંદ્રસિંહ વાળા, લખાણ ડાંગર,તથા મિડીયા સહિત વિવધ હોદેદારો અને કાર્યકરો દર્શાય છે.(તસ્વીર,અહેવાલઃ મુકુન્દ બદિયાણી,જામનગર)

(1:00 pm IST)