Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

મુળી તાલુકાનાં દુધઈમાં ફાયરીંગ-મારામારીની ઘટના બાદ ચૂસ્ત બંદોબસ્ત

વઢવાણ, તા. ૭ :. મુળીના દુધઈમાં મારામારી અને ફાઈરીંગ સહિતના બનાવથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. દુધઈમાં બે દિવસ પહેલા ત્રણ શખ્સો દ્વારા કાર પર ફાયરીંગ કરી હુમલો કરાયો હતો. જેમા લઘુભાઈ કરપડા દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી.

જેનુ મનદુઃખ રાખી વહેલી સવારે લઘુભાઈના ભાઈ વિશુભાઈ આલભાઈ કરપડા દુધઈ પ્રવેશદ્વારમાં ગલ્લે મસાલો ખાઈ રહ્યા હતા તે દરમિયાન ભૂપતભાઈ જીલુભાઈ કરપડા, મેરૂભાઈ જીલુભાઈ કરપડા, મેરામભાઈ કાથળભાઈ કરપડા, રાજુભાઈ મેરામભાઈ કરપડા, પ્રતાપભાઈ કાથળભાઈ કરપડા, બાવકુભાઈ અનકભાઈ કરપડા, રામકુભાઈ કાથળભાઈ કરપડા સહિતનાઓએ કાર ભટકાડી કુહાડી, પાઈપ, લાકડી, ધોકા સહિતના હથીયાર સાથે વિશુભાઈ પર તૂટી પડયા હતા.

પગના ભાગે અને અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડાતા તાત્કાલીક પ્રથમ થાન અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. આ અંગે પોલીસે ગંભીરતા દાખવી સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી સ્ટાફ ગોઠવી દીધો હતો.

(12:58 pm IST)