Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ચુડાના કંથારીયામાં ચોરીના ગુન્હામાં આરોપી વનરાજ કોળી ૧૦ દિ'ના રિમાન્ડ ઉપર

વઢવાણ તા. ૭ : ચુડા તાલુકાના કંથારીયા ગામે ૧૦ થી૧૨ ઘરમાં થયેલ ૩૦ તોલા સોનુ તથા લાખોની રોકડ રકમની ઘરફોડ ચોરીના ગુન્હામા એકઙ્ગ આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ. ૨૨ રહે. કસવાળી તા. સાયલા ને ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, રાજુભાઇ, શિવરાજસિંહ, પ્રવીણભાઈ, સહિતની ટીમ દ્વારા આ ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, ચુડા કોર્ટ દ્વારા દિન ૧૦ ના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવેલ હતા.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી વનરાજ જાદવભાઈ કોળીએ ગુન્હાની કબુલાત કરી, તેની પાસેથી પકડાયેલ હીરો હોન્ડા મોટર સાયકલ ચોરીનું હોવાની કબુલાત કરવામાં આવેલ હતી.

ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા રિમાન્ડ ઉપરના આરોપીની પૂછપરછ તથા આ ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિકારીઓ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી.

આરોપી વનરાજ જાદવભાઈ કોળીની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી દ્વારા બોટાદ, અમરેલી, વીંછીયા, જસદણ પંથકમાં વધુ આઠ થી દસ ઘરફોડ ચોરી અને ચોરીઓને અંજામ આપ્યાની પણ કબુલાત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વનરાજભાઈ જદાવભાઈ કોળીના પોલીસ રિમાન્ડ પુરા થતા, ચુડા કોર્ટમાં રજૂ કરી, વધુ તપાસ હાથ ધરી, નાસી ગયેલ આરોપીને પકડી પાડવા માટે સ્થાનિક ચુડા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. સહિતની ટીમ કામે લગાડવામાં આવેલ છે. ઉપરાંત, બોટાદ ક્રાઇમ બ્રાન્ચને પણ ગુન્હાની માહિતી આપી, આરોપીઓને પકડી પાડવા માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે વધુ તપાસ ચુડા પો.સ.ઇ. આઈ.કે.શેખ, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ. એસ.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી. ગોહિલ, આર.જે. ગોહિલ તથા ચુનંદા સ્ટાફની ટીમ દ્વારા મુદ્દામાલ સાથે નાસી ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:56 pm IST)