Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

મોરબીના ખાનપર ગામે તલાટીમંત્રીની ફરજમાં રૂકાવટની ફરીયાદ : સામે એટ્રોસીટી ફરીયાદ થઇ

મોરબી, તા.૭: મોરબી તાલુકાના ખાનપર ગામે ટલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ આરોપી પર કેફી પીણું પી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કરતાં તેની સામે વળતી એટ્રોસીટીની ફરિયાદ થઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તા.૭ના કોયલી ગામે રહેતા અને ખાનપર ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા ફરિયાદી દિવ્યેશકુમાર લીંબાઇભાઇ ભીમાણી (ઉરડ) ગઇકાલે ખાનપર ગામે ગ્રામપંચાયતની ઓફીસે હતા ત્યારે ખાનપર ગામે જ રહેતા આરોપી હરેશ નાથાભાઇ પરમાર અનુજાતિ, કેફી પદાર્થ પીધેલી હાલતમાં પોતાની દુકાનનો વેરો ભરવા આપેલ અને તલાટીમંત્રી સાથે માથાકુટ કરી, ગાળો દઇ, જાનથી મારી નાખવાની ધમકી આપતા તલાટીમંત્રીએ તેના પર ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. અને સાથોસાથ કેફી પીણું પીધેલ હોવાથી પ્રોડીબીશન એકટ હેઠળ પણ તેના પર ફરિયાદ નોંધાઇ હતી.

સામા પક્ષે ગુલાબ નાથાભાઇ પરમાર જે હરેશભાઇ પરમારનો ભાઇ થાય છે તેને તલાટીમંત્રી દિવ્યેશકુમાર, સરપંચ ખંતિલભાઇ મગનભાઇ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ફરિયાદી તેમજ સાહેદ તેનો ભાઇ હરેશભાઇ બન્ને ગઇકાલે ખાનપર પંચાયત કચેરીએ વેરો ભરવા ગયા હતા ત્યારે આરોપીએ વેરા લેવાની ના પાડી હતી, તો ફરિયાદીએ વેરો નથી લેવો તેમ લેખિતમાં આપવાનું જણાવતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને સરપંચે ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઓફીસની બહાર કાઢયા હતા અને બન્નેએ સાહેદ હરેશભાઇને ઢીકાપાટુનો માર માર્યાનું જણાવાયુ છે. પોલીસે એટ્રોસીટી રહિત ગુનો નોંધી તપાસ આદરી છે.

(12:55 pm IST)