Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધ્રોલની પ્રજાનો બુલંદ અવાજ ગાંધીનગર સુધી પહોંચાડતા ભાજપના આગેવાનો

ધ્રોલ નગરપાલીકામાં ભાજપનું શાસન પ્રસ્થાપિત થતા ખાલી પડેલ ચીફ ઓફીસરની જગ્યા ભરવા, વિકસતા ધ્રોલની વસ્તીને ધ્યાને રાખીને પીવાનું પાણી પ એમ.એલ.ડી. કરી આપવા માટે શહેરી વિકાસ વિભાગને હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરવામાં આવી હતી. અને ધ્રોલની ટ્રાફીક સમસ્યા દુર કરવા માટ ેબાયપાસની સુવિધા આપવા માટે પુર્વ કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ,બી.એચ.ઘોડાસરા,નગરપાલીકાના પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, નગરપાલીકાના સદસ્યોમાં તુષારભાઇ ભાલોડીયા, ગોવિંદભાઇ દલસાણીયા, સામતભાઇ ભરવાડ,સવિતાબેન વરુના પ્રતિનિધિ તરેીકે રજનીભાઇ વરુ,સંજયસિંહ જાડેજા,ધ્રોલ તાલુકા પંચાયત સામાાજીક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઇ મકવાણા, માક્રેટીંગ યાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હીતેશભાઇ ભોજાણી વગેરે માર્ગ અને મકાન વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની મુલાકાત લઇને રજુઆત કરી હતી તે સમયની તસ્વીર.(૧.૧૧)

(12:50 pm IST)