Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જામનગરમાં જુવેનાઇલ ડાયાબીટીક બાળકો માટે મેગા કેમ્પ ઇન્સ્યુલીન,સીરીંઝો અને ગ્લુકોમીટર, સ્ટ્રીપોનું વિતરણ

જામનગર,તા.૭: અહિંયા જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન, ડાયા કેર, અમદાવાદ અને એન.બી. સિદપરા ચેરી. એન્ડ એજયુકેશન ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે ડાયાબીટીક બાળકો માટે નિદાન-સારવાર મેગા કેમ્પ યોજાયો હતો. જેમા બાળકોના બ્લડ સુગર ટેસ્ટ,એચ.બી.એ૧સી. ટેસ્ટ, બાદ નિષ્ણાંત ડો. સોનલ શાહ(એમ.ડી.પીડીયાટ્રીક) ડાયા કેર અમદાવાદના ડો. ધ્રુવી શાહ અને તેની ટીમે ડાયાબીટીસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી પ્રશ્નોતરી દ્વારા મુંજવણો દુર કરી જાતે ઇન્સ્યુલીન ઇન્જેકશન લેવા અંગે સમજણ આપી હતી. દરેકને ઇન્સ્યુલીન,સીરીંઝો, ગ્લુકોમીટર, સ્ટ્રીપો,લોનસેટ,લો-કેલરી બિસ્કીટ વિગેરેનું વિનામુલ્યે વિતરણ કરવામં આવેલ કેમ્પમાં એન.બી.સિદપરા ચેરી. એન્ડ એજયુકેશન ટ્રસ્ટના વલ્લભભાઇ મુંગરા,ીકશોરભાઇ ચોવટીયા, મુકેશભાઇ અજુડીયા અને અતુલભાઇ ભંડેરી-સૂરજ કોટન, નયનભાઇ મોડીયા-મારૂતિ ઓઇલ એજન્સી,નવિનભાઇ કોઠીયા,પરેશભાઇ ખીરસીયા-શુભમ મેડીકલ,કિશનભાઇ શાહ, ીનકીતાબેન પંચાલ,મિલનભાઇ વિગેરેએ સહયોગ આપેલ. સાથેસાથે બ્લડ કનેકશનમાટે જીજ્ઞેશભાઇ,બિપીનભાઇ,અબ્દુલભાઇ,સીદીકભાઇ એ સેવા આપેલ.

કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મેનજીંગ ટ્રસ્ટી રમણીક ચાંગાણી,અરવિંદ ઝવેરી,રમેશ પાચાણી,ઉષા સારડા,ગોરાંગ શારડા,તરુણ વિરાણી,મનસુખભાઇ,નટુભાઇ,પાર્થભાઇ,શામજીભાઇ ઉમરેટીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો,અગ્રણીઓ તથા માતા-પિતા સાથે લાભાર્થી બાળકો દર્શાય છે).(૧.૯)

(12:49 pm IST)