Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સોમનાથ મહાદેવ મંદિરને વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૦ કરોડથી વધુની આવક

વેરાવળ-પ્રભાસ-પાટણ,તા.૭: વિશ્વપ્રસિધ્ધ અને ભારતના બાર દિવ્ય જયોતિલિંગમાના પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવ મંદિરને વર્ષ૨૦૧૭-૧૮ એટલેકે એપ્રીલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધી ના એક વર્ષમાં ૪૦ કરોડની જંગી આવક થવા પામી છે. જે આગલા વર્ષની સરખામણીમાં પાંચ કરોડ વધુ છે.

 એકલા શ્રાવણ મહિનામાં જ સોમનાથ મંદિરને ચા કરોડની આવક થઇ હતી તથા હાલમાં એક દાતાઓ મંદિરને જે ૩૦ કિલો સોનું આપ્યું છે જે સોનાની કિંમત ૯.૫ કરોડ થાય છે તેનો આ ૪૦ કરોડમાં સમાવેશ થતો નથી. મંદિરને અત્યાર સુધીમાં દાતાઓએ ૧૪૭ કિલો સોનુ દાનમાં આપ્યું છે જેમાં ૧૪૦ કિલો મુંબઇના એક દાતાએ આપેલ છે જયારે બાકીના ૭ કિલો સોનુ અન્ય ભાવિકોએ આપેલ છે.

સોમનાથ મંદિરને છેલ્લા પાંચ વર્ષની થયેલી આવક

વર્ષ રૂપિયા 

૨૦૧૨-૧૩  ૨૨ કરોડ

૨૦૧૩-૧૪  ૩૧ કરોડ

૨૦૧૪-૧૫  ૩૪ કરોડ

૨૦૧૫-૧૬  ૩૩ કરોડ

૨૦૧૬-૧૭  ૩૫ કરોડ

     આ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ માં એક કરોડથી વધુ શિવભકતોએ સોમનાથ મહાદેવમંદિરના દર્શન કરી શિશ મુકાવ્યું.

ટ્રસ્ટ-રાજય સરકાર-કેન્દ્ર સરકારના સહયોગથી સોમનાથ ખાતે ૩૨૦ બેડની ડોરમેટરી ગેસ્ટ હાઉસ કાર્ય પુર્ણતા આરે છે. તો સોમનાથ સી-ફ્રન્ટ ડેવલપમેન્ટ મંજુરી ની કાર્યવાહી પૂર્ણ થતાં આ કામગીરી ઝડપભેર આગળ વધારાશે.(૧.૭)

(12:48 pm IST)