Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ફાયરીંગ પ્રકરણમાં ભાવનગરના નામચીન ઉબેદ શેખનો આટકોટ પોલીસે કબ્જો લીધો

ઈકબાલ કથીરી પર ફાયરીંગ પૂર્વે મોહસીને ઉબેદ પાસેથી હથીયાર લઈ ચેક કરવા આટકોટમાં ભડાકા કર્યા હતાઃ જૂનાગઢ જેલમાંથી કબ્જો લીધા બાદ આજે રીમાન્ડ મંગાશે

આટકોટ, તા. ૭ :. આટકોટના ફાયરીંગ પ્રકરણમાં ભાવનગરના નામચીન ઉમેદ શેખનો આટકોટ પોલીસે જૂનાગઢ જેલમાંથી કબ્જો લઈ પૂછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં ઈકબાલ કથીરી પર ફાયરીંગ કરવાના ગુન્હામાં મોહસીનનું નામ ખુલતા તેની ધરપકડ કરાઈ હતી. પોલીસ પૂછતાછમાં મોહસીને આ હથીયાર ભાવનગરના નામચીન ઉબેદ અબ્દુલ કરીમ શેખ પાસેથી લીધાની કબુલાત આપી હતી. ઉબેદ પાસેથી હથીયાર લઈ મોહસીન આટકોટ આવ્યો હતો અને આ હથીયાર ચેક કરવા તેણે આટકોટમાં ભડાકા કર્યા હતા. બાદમાં બીજા દિવસે ઈકબાલ કથીરીની કાર પર ફાયરીંગ કર્યા હતા. આટકોટના ફાયરીંગ પ્રકરણમાં પોલીસે મોહસીન સહિતના સામે ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન આ ફાયરીંગ અને હથીયાર પ્રકરણમાં ભાવનગરના ઉમેદ અબ્દુલ કરીમ શેખનું નામ ખુલ્યુ હોય અને તે હાલ જૂનાગઢ જેલમાં હોય આટકોટના પીએસઆઈ એ.વી. જાડેજા તથા સ્ટાફે ટ્રાન્સફર વોરંટથી ઉબેદનો કબ્જો લઈ ધરપકડ કરી હતી. પકડાયેલ ઉબેદને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે.

પોેલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉબેદ ભાવનગર પંથકમાં ખૂન અને ફાયરીંગ કેસમાં સંડોવાયેલ છે. તેની સામે અનેક ગુન્હાઓ નોંધાયા છે.(૨-૧૩)

(12:47 pm IST)