Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધઘટ

રાજકોટ, તા., ૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધઘટ યથાવત છે અને મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ રહેતા બપોરે ગરમીની વધુ અસર રહે છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં ફરી અગ્નિવર્ષાનો નવો દોર શરૂ થયો છે.

ગુરૂવારે જુનાગઢનું મહતમ તાપમાન ઘટીને ૩૮.૪ ડીગ્રી થઇ ગયું હતું. પરંતુ ગઇકાલે ફરી તાપમાન વધીને ૪૦.૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું.

આજે સવારથી જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે. લઘુતમ તાપમાન ર૩ ડીગ્રી રહયું હતું.

પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા ઝાકળવર્ષા થઇ હતી. સવારે પ.૯ કિ.મી. ઝડપે પવન ફુંકાયો હતો. આજે બપોરે મહતમ તાપમાન ૪૦ ડીગ્રી ઉપર રહેવાની શકયતા પ્રવર્તે છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩પ મહતમ ર૧ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૧ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:47 pm IST)