Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

મુળદ્વારકાનાં દરીયામાં ૨ બોટમા દારૂગોળા સાથે ૧૪ આતંકવાદીઓ ઝડપાયા

ઓપરેશન સાગર સુરક્ષા કવચ લઇને સફળ મોકડ્રીલ યોજાઇ

કોડીનાર,તા.૭: કોડીનાર સહિત ગુજરાતભરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તે અંતર્ગત દરીયાઇ સુરક્ષા ને લઇને વિવિધ મોકડ્રીલ યોજવામાં આવે છે.

કોડીનાર મુળદ્વારકાના દરીયામાં સુરક્ષા એજન્સીઓની વિવિધ કવાયતો શરૂ થઇ ગઇ હતી. આતંકવાદીઓ ભારતીય જળસીમામાં ઘુસે તો તેને કઇ રીતે મુંહતોડ જવાબ આપી શકાય તેને લઇને મોકડ્રીલ યોજવામાં આવી હતી. કોડીનારના મુળદ્વારકાનાં દરીયામાં ૨ શંકાસ્પદ બોટો ઘુસી હોવાનાં અહેવાલ નાં પગલે એસઓજી અને કોડીનાર પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી દરીયામાં સધન ચેકીંગ કરતાં તે દરમિયાન મુળદ્વારકા નાં દરીયામાં રામ રામેશ્વર નામ ની બોટ અને ભવાની કૃપા નામની બે શંકાસ્પદ બોટો સાથે ૧૪ શંકાસ્પદ શખ્સો ને દારૂગોળા અને આરડીએકસ નાં ૩ બોક્ષ સાથે પકડી પાડયા હતા. આ શખ્સો દરીયાઇ માર્ગે કોડીનારમાં ઘુસણખોરી કરે તે પહેલા જ તેને ઝડપી લેવામાં એસઓજી અને કોડીનાર પોલીસ ને સફળતા મળી હતી. તેમજ આ ઘટનાને પગલે કોડીનારનાં દરીયાઇ વિસ્તાર મુળદ્વારકા-છારા-વેલણ-કોટડા દરીયાઇ કાઠે સધન બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં મુળદ્વારકા ના દરીયા માં સવારે ં૭ અને ૮ કલાકે બે શંકાસ્પદ બોટો ને પકડવામાં સફળતા મળી હોય આ રીતે ઓપરેશન સાગર સુરક્ષા કવચ દરમિયાન સફળ મોકડ્રીલ યોજાઇ હતી. આ ઓપરેશનમાં એસઓજીનાં પી.એસ.આઇ ધોળા અને કોડીનાર નાં પી.એસ.આઇ કે.એમ અધેરા સહિતનાં જવાનો જોડાયા હતા.(૧.૮)

(12:46 pm IST)