Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સેન્ટ્રલ સોલ્ટ ભાવનગરના ૬૪મા સ્થાપના દિ'ની ઉજવણી ૧૦ મીએ

ભાવનગર, તા.૭ : સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર તા.૧૦મીએ તેનો ૬૪મો સ્થાપનાદિવસ ઉજવશે કે જે ગુજરાતની એક માત્ર સીએસઆરઆઇ પ્રયોગ શાળા છે. આ પ્રસંગે વિશ્વપ્રસિધ્ધ વૈજ્ઞાનિક પ્રોફેસર મંગલારાય કે જેઓ ભારતીય ખેતિવિષયક પરિષદના મહાનિયામક અને જી.બી પંતવિશ્વવિદ્યાલયના કુલપતિ પદ રહી ચુકેલા છે. તેઓ આ સ્થાપના દિવસના મુખ્ય અતિથિ છે અને તેઓ આ પ્રસંગે વધતી જતી બંજર ભૂમિ અને આવી ભૂમિને કેવી રીતે ખેતી લાયક બનાવી શકાય તેના પર ભાષણ આપશે.

પ્રોફેસર અશોક કુમાર સિંઘવી કે જેઓ ગુજરાતના વિજ્ઞાનિક અકાદમીના પ્રમુખ અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદના માનદ વૈજ્ઞાનિક છે. તેઓ પણ આ પ્રસંગે સન્માનનીય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સેન્ટ્રલ સોલ્ટ આ દિવસે એક ઉતમ કાર્યશાળાનું આયોજન કરેલ છે કે જેમાં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક જીજ્ઞાશાને પ્રજવલિત કરવામાં આવશે. આ કાર્ય શાળાનો મુખ્ય હેતુ યુવાન વિદ્યાર્થીઓના મગજમાં વિજ્ઞાનને આકર્ષક અને દેશના ઘડતરની સાથે કારકિર્દી બનાવવાનો વિકલ્પ છે. એવું સમજાવવું. આ કાર્યશાળામા સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને સમાજને લગતા વિજ્ઞાનના મૂળભૂત નિયમો સમજાવશે. જેમકે પાણીનું શુદ્વિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને રસાયણશાસ્ત્ર અને આપણા જીવનમાં વિજ્ઞાન નું કેટલું મહત્વ છે તેના વિષય પર સમજાવશે અને તેઓને જીવંત પ્રયોગ દેખાડવામાં આવશે. સાથે તેઓને સેન્ટ્રલ સોલ્ટના બધા વિભાગોની પ્રયોગશાળા દેખાડવામાં આવશે.(૨૩.૩)

(12:45 pm IST)