Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ભાવનગરમાં મેમણ યુવાન ઉપર છરીના ઘા

બહેનના દિયરોને મિલ્કતોનો કબજો જોતો હોય સોડાની દુકાનવાળા યુનુસભાઇ ઉપર ૧૫ શખ્સો તુટી પડ્યાઃ ગંભીર

ભાવનગર તા. ૭ :.. પથિકાશ્રમ પાસે રહેતાં અને સોડાની દુકાન ચલાવતા મેમણ યુનુસભાઇ સાદીકભાઇ ઉપર તેની બહેનનાં દિયરો સલીમ તથા ફારૂક લાખાણી અને તેનાં પુત્રો સહિત કુલ ૧પ શખ્સોએ છરી, ધોકા જેવા હથિયારો વડે હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયા હતા યુનુસભાઇને લોહીયાળ હાલતે અત્રેની સર ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

ઇજાગ્રસ્ત યુનુસભાઇનાં બહેન જુબેદાબેન બાબુભાઇ લાખાણીનું તાજેતરમાં અવસાન થયુ હતું. જુબેદાબેનનાં અવસાન થી તેમનો  તમામ વહીવટ સગાભાઇ તરીકે યુનુસભાઇ સાંભળતા હતાં. જુબેદાબેનને કોઇ સંતાન ન હોય તેમની મિલ્કતનો કબ્જો તેમનાં દિયરોને જોઇતો હોય આ બાબતે યુનુસભાઇ ઉપર હૂમલો થયો હોવાનું જાણવા મળેલ છે આ અંગે સી. ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:43 am IST)