Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

પોરબંદર જિલ્લામાં નકલી દૂધ વેચનારા સામે કાર્યવાહી : ૬ ડેરીમાંથી નમૂના લેવાયા

પોરબંદર, તા. ૭ :  કુતિયાણા પંથકમાં નકલી દૂધના કારોબારનો પર્દાફાશ બાદ જિલ્લા આરોગ્ય તંત્ર અજાણ બનીને નકલી દૂધ વેચનારા સામે કાર્યવાહી શરૂ કરી છે.

પોરબંદરમાં ૩ ડેરી રાણાવાવમાં ર ડેરી અને કુતિયાણાની ૧ ડેરીમાંથી દૂધના નમુના લઇને ફોરેન્સીક લેબોટરીમાં મોકલી આપેલ છે.

નકલી દૂધના ઠેર-ઠેર દરોડા દરમિયાન દૂધ માફિયાઓએ રાજકીય વગ સાથે દોડધામ શરૂ કરહેલ હતી. દૂધના નમૂના લેબોરેટરી સુધી ન પહોંચે તેવા નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા.

દરોડા દરમિયાન જોગાનુજોગ ભાજપની સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેલ આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીને આ પ્રશ્ને ધ્યાન દોરવામં આવેલ ત્યારે આરોગ્ય રાજયમંત્રીએ સ્થળ ઉપરથી સુચના આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડા ચલાવી લેવાય નહીં તેમ રાજયમંત્રીએ જણાવ્યું હતું.

નકલી દુધ બનાવવામાં ડીટર્જન પાવડર, યુરીયા ખાતર સોયાબીન અને પામોલીન તેલ તથા અન્ય અખાદ્ય તેલનો ઉપયોગ થાય છે. નકલી દુધના ઉપયોગથી કેન્સરને આમંત્રણ મળે છે. ઉપરાંત કીડની અને આંતરડાના દર્દો ચર્મરોગ વગેરેનું જોખમ વધી જાય છે.

હોટલોમાં વેવાતી ચાને ઘાટી અને કલર લાવવા તપખીર અને સાબુદાણાના ઉપયોગ કરાય છે. નકલી દૂધના પગલે ચામાં ભેળસેળમાં તટસ્થ તપાસ થાય તેવું લોકો ઇચ્છી રહેલ છે.

(11:41 am IST)