Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

બોટાદના ચકમપર શાળાના વિદ્યાર્થીઓના કૌશલ્યની ચકાસણી કરતા પ્રભારી સચિવ મોહંમદ શાહિદ

બોટાદ જિલ્લામાં ગુણોત્સવની ૮ મી શ્રુંખલાનો પ્રારંભ થયો છે. જેના પ્રથમ દિવસે રાજયના મત્સ્યોદ્યોગ કમિશનરશ્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહંમદ શાહિદે બોટાદ તાલુકાના ચકમપર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓના વાંચન – લેખન – ગણન કૌશલ્યની સાથે શાળાનું સમગ્રતયા મૂલ્યાંકન કર્યું હતુ.  

અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ તાલુકાની આ ચકમપર પ્રાથમિક શાળાને ગુણોત્સવની ૬ઠ્ઠી શ્રુંખલામાં 'સી' ગ્રેડ અને સાતમી શ્રુંખલામાં 'એ'ગ્રેડ પ્રાપ્ત થયેલ છે.

મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીની આ મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી પી. ડી. મોરી, નાગલપરના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી કિરીટસિંહ પઢેરીયા, રોહિશાળાના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી પ્રવિણભાઈ થળેશા, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રી – શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:37 am IST)