Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધોરાજી- જામનગર- દ્વારકાના કન્ઝયુમર કલબના પ્રમુખ તરીકે જગદિશભાઇ પ્રજાપતિની વરણી

રાજકોટ તા. ૭ : રાજયના યુવા વર્ગ સુરક્ષા પ્રવૃતિમાં જોડાવા પ્રેરાય અને રાજયમાં નાગરિકોમાં ગ્રાહક જાગૃતિ વધે તે માટે રાજય સરકાર દ્વારા કન્ઝયુમર કલબો શરૂ કરવા માં આવેલ છે. રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ, ગુજરાત સરકારશ્રીનું સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ છે. જેથી કન્ઝયુમર કલબની એજન્સી તરીકે સરકારશ્રી દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. શહેર ગ્રામ્ય વિસ્તારોમાં કન્ઝયુમર કલબની  વિસ્તૃતી કરવા માટે ધોરાજી,જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારોની જવાબદારી ધોરાજીના પ્રજાપતિ જગદીશભાઇની બ્રાન્ચના પ્રમુખ તરીકે રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. કન્ઝયુમર કલબમાં ઉપરોકત વિસ્તારના નાગરિકોને જોડાવા માટે જગદિશભાઇ પ્રજાપતિનો સૅપર્ક કરવા જણાવાયું છે.

(11:36 am IST)