Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

મોરબીમાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી

મોરબી તા.૭ : ભાજપના  ૩૯ માં સ્થાપના દિનની ઉજવણી ધ્વજારોહણ સમારોહ દ્વારા કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાના ભાજપ દ્વારા આશાપુરા ટાવર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આતકે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયાની આગેવાનીમાં તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરોએે આશાપુરા ટાવર ખાતે ધ્વજારોહણ કર્યુ હતુ અને સ્થાપના દિનની ૈઉજવણી કરી હતી. આ તકે તાલુકા ભાજપના રાકેશ કાવત સહિતના આગેવાનોએ હાજરી આપી હતી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંંસડીયા દ્વારા ધ્વજપુજન કરીને ઉજવણી કરવામાં આવી હતી.

(11:29 am IST)