Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધારીની પ્લોટ શાળામાં ગુણોત્સવ અંતર્ગત શૈક્ષણિક મૂલ્યાંકન કરતા સચિવ વાળા

અમરેલી તા. ૭ : પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃધ્ધિ માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ઘટતું કરવા રાજય સરકાર ચિંતિત અને સતત પ્રયત્નશીલ છે.

ગૃહ વિભાગ નાયબ સચિવ આશિષ વી. વાળાએ, ગુણોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત ધારી પ્લોટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

ગૃહ વિભાગના નાયબ સચિવશ્રી આશિષ વી. વાળાએ કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્ત્।ામાં સુધારણા કરવા સતત પ્રયત્નશીલ છે. ધારી પ્લોટ શાળામાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્ત્।રી કરી હતી.

શ્રી વાળાએ, ધારી પ્લોટ શાળા સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અભ્યાસ કરવાની સાચી શીખ આપી ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી.  

કાર્યક્રમના પ્રારંભે વાળાની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ભજન, ધૂન, બાલગીત સહિતની કૃત્ત્િ।ઓ રજૂ કરી હતી.શાળામાં આજનું ગુલાબ બાળકને સ્વચ્છ અને સુઘડતા માટે સન્માનિત કરેલ અને આજનો દીપક બાળકને જન્મદિવસની શુભકામનાઓ પણ શ્રી વાળાએ પાઠવી હતી.

શ્રી વાળાએ શાળામાં વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બેસી તેમના વાંચન-ગણન-લેખન સહિત શૈક્ષણિક મૂલ્યાંકન કર્યુ હતુ.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી કેશવભાઇ મકવાણા, શ્રી જીજ્ઞેશગીરી ગોસાઇ, શાળાના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 am IST)