Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જેતપુર : ગોંડલની એશિયાટિક કોલેજમાં શાસ્ત્રી જીજ્ઞેશદાદાનું પ્રવચન

નવાગઢ : કોટડાસાંગાણી ગામે કામધેનું ગૌશાળા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ચાલી રહ્યુ છે. જેમાં જીજ્ઞેશદાદા ' રાધે રાધે' શાસ્ત્રીજી કેરીયાચાળ વાળા દ્વારા ભાગવત રસામૃત પીરસવામાં આવે છે. જીજ્ઞેશદાદાએ એશિયાટીક એન્જીનિયરીંગ કોલેજમાં પધરામણી કરી એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતરના પાઠ ભણાવ્યા  હતા. જીજ્ઞેશદાદા પોતે એરોનોટીકલ એન્જીનીયર હોય તેઓએ ઇજનેરીના વિદ્યાર્થીઓમાં વિશેષ રૂચી દાખવી કહ્યુ હતુ કે મે એન્જીનીયર બન્યા પછી કોઇ કંપનીમાં નોકરી કરી હોત તો આજે હું મશીન ઉભા કરતો હોત તેની જગ્યાએ ઇશ્વરની અસીમ કૃપાથી મને માણસ ઉભા કરવાનુ સદભાગ્ય સાંપડયુ છે. વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારનું સ્થાપન થાય એ રીતે એશિયાટીકના વિદ્યાર્થીઓને માતા-પિતાને પોતાની સાથે રાખી તેમની સેવા કરવા પણ અપીલ કરી હતી. એશિયાટીક એન્જીનીયરીંગના ચેરમેન ગોપાલભાઇ ભુવા એ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. જીજ્ઞેશદાદાએ કોલેજ પરિસરમાં ધાર્મિક પૂજાવિધિ કરી હતી. આ પ્રસંગે ગોપાલભાઇ ભુવા, અશોકભાઇ ઠુંમર, ગોંડલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પલ્લાચાર્ય, સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ શ્રી મલેક, ડો.નિર્મળસિંહ ઝાલા, ભુપતસિંહ ચુડાસમા અને કોલેજના વિદ્યાર્થીઓને તથા વાલીઓને આર્શીવચન પાઠવ્યા હતા. એશિયાટીક કોલેજના પ્રોફેસર હાર્દિકભાઇ ભુવા, દિપાલીબેન વિરડીયા, હિરેનભાઇ વાઘમશી સહિત તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : નિતીન વસાણી - નવાગઢ)

(11:25 am IST)