Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ગોંડલઃ રૂ.૧૫લાખના ભ્રષ્ટાચારના કેસમાં પતિ-પત્નિના રીમાન્ડ મંજુર

ગોંડલ તા.૭:  ગોંડલ તાલુકાના બિલડી ગામે ત્રણ વર્ષ પહેલા સરપંચ અને તેના પતિ દ્વારા ગૌચર સુધારણા રૂપિયા ૧૫ લાખનો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે  કોર્ટમાં રજૂ કરતા પતિ-પત્નીના એક-એક દિવસના રિમાન્ડ મંજુર થવા પામ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના બિલડી ગામે  ત્રણ વર્ષ પહેલા મહિલા સરપંચ શારદાબેન દિનેશભાઇ ભુવા તેમજ તેના પતિ દિનેશભાઇ ભુવા દ્વારા ગૌચર સુધારાની ખોટા વાઉચાર, ખોટા બિલ ઉભા કરી રૂપિયા ૧૫ લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ ગતરોજ ડિવાયએસપી દિનેશ ચૌહાણ દ્વારા પતિ-પત્નિની ધરપકડ કરી આજે રિમાન્ડની માંગ સાથે અત્રેના જ્યુડીશયલ ફર્સ્ટ અદાલતમાં ન્યાયમૂર્તિ  કાપડિયા મેડમ સમક્ષ રજુ કરાતાં અદાલત દ્વારા બંનેના એક-એક  દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ત્રણવર્ષ જુના ભ્રષ્ટાચાર કેસમાં મહિલા સરપંચ અને તેના પતિ પોલીસ હવાલે થતા પંચાયત વર્તુળમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

(11:23 am IST)