Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ઉના-ગીરગઢડામાં સ્વરોજગારી સાધનોનું વિતરણ

ઉના તથા ગીરગઢડા તાલુકામાં ૪૫ વર્ષથી સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વશ્રી અંતુભાઇ ભટ્ટની આગવી સુઝબુઝથી જરૂરિયાતમંદ લોકોને સ્વરોજગારી મળે અને આર્થિક સધ્ધર બને તે માટે પ્રવૃતિ ચાલી રહી છે. તેના ભાગ રૂપે ઉના ગીર વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઇ ભટ્ટ અને કાર્યકરો દ્વારા પ્રણાલી જીવંત રાખી ઉના - ગીરગઢડા તાલુકામાં આર્થિક સામાજીક પછાત લોકો બેરોજગાર હોય તેમને રોજગારી મળી રહે તે માટે સર્વોદય યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ટ્રાઇસીકલો, હાથલારીઓ, મહિલાઓ માટે બ્યુટી પાર્લરની વસ્તુઓ, કારીગરો માટે હેરકટીંગ સલુનની ચેર (ખુરશીઓ), ખેડુતોને દવા છાંટવાના પંપો, સુથારી કામ માટે કીટ તથા કડીયા કામ માટે ની કીટો તથા બિમાર લાભાર્થીઓને દવા - સારવાર માટે સહાયનો ચેક સંસ્થામાં રહેલા આગેવાનો તથા કર્મચારીઓ દ્વારા વિતરણ કરી સમાજ સેવા કરી હતી અને લોકો સ્વરોજગાર મેળવી કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરી શકશે. સાધન સહાય વિતરણની તસ્વીર.

(11:23 am IST)