Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વાકાનેર નગરપાલિકાની સામાન્ય સભામાં વાર્ષિક બજેટ સર્વાનુમતે મંજુર

વાંકાનેર,તા.૭: વાંકનેર નગરપાલિકાની સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષસ્થાને અને પુર્વ પ્રમુખ જીતુભાઇ સોમાણીની હાજરીમાં મળેલ. જેમા વર્ષ ૨૦૧૭-૧૮ નું રીવાઇઝડ બજેટ વંચાણે લઇ જેમાં આ ઉપરાંત સને ૨૦૧૮-૧૯ ના જુદા જુદા બજેટ સદરો માં આવક અને ખર્ચની જોગવાઇઓ અંગે પુરતી વિચારણાઓ કરવામાં આવી હતી અને વર્તમાન જરૂરીયાત તથા આવકની શકયતાઓ ઉપરથી સને ૨૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. જે બજેટ તા.૧-૪-૧૬ની સંભવિત સિલીક ૩૯૦૬૦૫૦૧૭.૦૦. સને ૨૦૧૬-૧૭ના વર્ષની સંભવિત આવક ૧૬૦૧૯૭૨૦૦૦.૦૦. સને ૨૦૧૬-૧૭ના વર્ષનું અંદાજીત ખર્ચ ૧,૪૭,૦૫૯૦૦૦૦.૦૦ તા.૩૧-૩-૧૭ના રોજ સંભવિત સિલીક ૪૨૧૯૮૭૦૧૭૩૯. ઉપરોકત બજેટ સર્વસંમતિથી મંજુર કરવામાં આવેલ.ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૫૩-૫૪-૫૫ અને ૫૬ની જોગવાઇ મુજબ નગરપાલિકાના વહીવટ માટે સમિતિઓના ચેરમેનોની નિમણુક કરવામાં આવી હતી.

જેમાં કારોબારી સમીતીના ૯ સભ્યો, જેના ચેરમેન પદે ઇન્દુભા જે. જાડેજા.હેલ્થ કેર એન્ડ સેનિટેશન સમીતીના પાંચ સભ્યો,જેમાં ચેરમેનપદે ઝાકીર હુશેન મોહશીનભાઇ બ્લોચ, તેમજ પબ્લિક વર્ક સમીતીના પાંચસભ્યો જેના ચેરમેન પદે કાંીતભાઇ આર.કુંઢીયા,જયારે ધારાધોરણ સમીતીના ચેરમેન પદે હીરાબેન એમ. સરશીયા.તથા વોટર વર્કસ સમીતીમાં નંગાજી એસ. ભાટી. તેજ રીતે વિજળી સમીતીમાં રસીલાબેન.ડી.વ્યાસ અને ગેરેજ સમીતીમાં દેવજીભાઇ આર.કુણપરા, ચેરમેન પદે મુકાયેલ છે. શાળા સમીતીના પાંચ સભ્યો,જેના ચેરમેન પદે હર્ષાબેન મહેતા (એડવોકેટ) જયારે વેરાવસુલાત સમીતીમાં ચેરમેન પદે વિદ્યાબેનએમ. સારેસા,તેમજ ગાર્ડન એન્ડ વિક્રીએશન સમીતીના ચેરમેનપદેશરીફાબને એમ.રાઠોડ નીમાયા છે. ૨૦ મુદા અમલી કરણ સમીતીના ચેરમેનપદે ગોવિંદભાઇ આર.રાઠોડ, સેલ પરચીએઝ સમીતીના ચેરમેન પદે મુળજીભાઇએચ. ગેડીયા તેમજ સ્વર્ણીમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમીતીના ચેરમેનપદે અધ્યક્ષ શ્રી રહ્યા છે. પસંદગી અને એસ્ટાબ્લીશમેન્ટ સમીતીના   ચેરમેન પદે જીતુભાઇ.કે. સોમાણી નીમાયા છે. જયારે ટાઉન ડેવલોપમેન્ટ સમીતીના અધ્યક્ષપદે ઇન્દુભા.જે.જાડેજાની નિમણુક થઇ છે. તેમજ સને ૨૦૧૮-૧૯ના વર્ષ માટેના નગરપાલિકાના તમામ વાહનો તેમજ રોડસ્વીપર તેમજ ફોગીંગ મશીન નીભાવ-મરામત તેમજ મજુરી અંગે તથા માલસામાન અંગેનું તમામ ખર્ચ મંજુર કરવામાં આવેલ. અને નગરપાલિકા માટે પાંચ હજાર લીટર ની પાણીની ટાંકી,ટ્રેકટર સાથે જોડાઇ શકે તેવી બનાવવા અને નવી ખરીદવા અંગેનું ખર્ચ મંજુર કરવામાં આવેલ. જીલ્લા વિવાકાધીન ગ્રાન્ટ વર્ષ ૨૦૧૬ થી૧૭ની બચત રહેતી રકમ ૧૧૨૯૫૭૮ ના કામો નક્કી કરવામાં આવેલ.

વિવિધ યોજનાઓ હેઠળ, મચ્છુ નદી ઉપર બ્રીજ બનાવવા અંગે શ્રી કિશાન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ૪/૨/૧૮નો આવેલ પત્ર ધ્યાને લઇ મંજુર કરવામાં આવેલ.

(11:21 am IST)