Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

માણાવદરની કાયમી પાણી સમસ્યા છતા તંત્રને રસાલા ડેમ ઉંડો ઉતારવાનું સુઝતુ નથી !!

માણાવદર, તા. ૭ :. માણાવદર શહેરમાં પીવાના પાણીની કાયમી સમસ્યા આજે વર્ષો પછી જેમની તેમ જ છે. આજે સ્થાનિક બોર-કૂવા છે તે કાયમી પાણી નથી રહેતુ, હાલ ડૂકવા લાગ્યા તેથી બહારના બોર-કૂવા ઉપર આધાર રાખી મંગાવવું પડે છે. પીવાનું પાણી તેમ છતાં શહેરના રસાલા ડેમ આજ સુધી ઉંડો ઉતારવામાં નપાણીયા નેતાઓ નિષ્ફળ રહ્યા છે તેવું પ્રજાજનોમાં ચર્ચાય રહ્યુ છે.

શહેરના રાજાશાહી વખતમાં વિશાળ વિસ્તાર તથા લંબાઈ ધરાવતા આ ડેમ કષ્ટભંજન મંદિરથી હડમતાળા મંદિર સુધીનો વિસ્તારમાં જબરો પાણી સંગ્રહ થઈ શકે તેમ છે. તે ઉંડો ઉતારવામાં નેતાઓ કે સરકાર નિષ્ફળ ગઈ છે. જો આ ડેમ ઉંડો ઉતારાય તો પાણી સંગ્રહ વધશે, તળ ઉંચા આવશે તોે ઘણો ફાયદો થઈ શકે તેમ છે.

ઉપરાંત પ્રજાજનો બોર-કૂવા રીચાર્જ કરે તે જરૂરી છે. આમ જનતામાંથી આ ડેમ ઉંડો કરવા માંગ ઉઠવા પામી છે.

(11:21 am IST)