Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ભાવનગરમાં ફલેટના તાળા પોણા બે લાખની ચોરી

ભાવનગર તા. ૭ : ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ફલેટના  તાળા તોડી તસ્કરો રૂ. પોણાબે લાખની ચોરી કરી નાસી છુટયા હતા.

મળતી વિગતો મુજબ કાળીયાબીડ વિસ્તારમાં સદરાર પટેલ સ્કુલ નજીક આવેલા હિલરાત ફલેટમાં રહેતા કાજલબેન ગૌતમપરી ગોસ્વામી વ્યવહારી કામ સબબ બહારગામ ગયા હતા ત્યારે નેતા બંધ ફલેટને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા-નકુચા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રૂ.૭૦ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧૮૦૦૦ ની મતાની ચોરી કરી નાસી છુટયા હતા.

કાજલબેન બહારગામથી પરત આવતા તેના ફલેટમાં મૂખ્ય દરવાજાના તાળા-નકુચા તુટેલા જોઇ કબાટમાં તપાસ કરતા ચોરી થયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગેકાજલબેન ગોસ્વામીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પો.સ.ઇ. પંડયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)