Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધોરાજીમાં ૨ કરોડના ખર્ચે નવનિર્મિત શાક માર્કેટ : કયારે ઉદઘાટન ?

ધોરાજી, તા.,૭: ધોરાજી શહેરના વિકાસ માટે અને લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા ર કરોડ કરતા વધારેના ખર્ચ તૈયાર થયેલ ધોરાજીની શાકમાર્કેટ તૈયાર થઇ ગયેલ છે અને ૨૫૫ જેટલી આધુનિક શાકભાજીના થડાઓ તૈયાર કરાયા છે. જેમા શાકભાજીના  સ્ટોરેજ પાણીની સુવીધાઓ છે. અને અત્યારે જોરદાર ગરમી પડે છે અને થોડા સમયમાં ચોમાસુ આવશે એ પહેલા શાકભાજીના થડાના ગ્રાહકોને થડા સોપાય તો લોકોને હેરાન ન થવુ પડે અને શાકભાજીના થડાવાડાઓની મુશ્કેલીઓ દુર થાય જેથી શાકભાજીના થડાવાળાઓને જ્યાં ત્યાં શાકભાજી વેચવા હેરાન થવુ પડે છે. અને ટ્રાફિકની સ્મસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય  તેમ છે.

(11:21 am IST)