Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત માતૃભાષા સંવર્ધન પારિતોષિક

ભાવનગર તા.૭: વર્ષ ૧૫૨૫ના ભાલણે પોતાની પ્રસિધ્ધ કૃતિ  નાળાખ્યાનમાં જે ગુર્જરી ભાષાનો ઉલ્લેખ કર્યો હતો તે ગરવી ગુજરાતી ભાષા ૧૨૯ દેશોમાં વસવાટ કરતા ૬.૫૫ કરોડ લોકોના મન-હ્ય્દયમાં અદ્વિતિય સ્થાન પામી ચુકી છે. તેમ છતા માર્તભાષા પરત્વે સમાજના વર્તન - વ્યવહાર જાણે કે ઓરમાયા હોય તેવો અનુભવ થયા કરેછે. આ સંજોગોમાં ગુજરાતી ભાષનુ આદરપાત્ર - ગૌરવાન્વિત સ્થાન પ્રસ્થાપિત કરવાના પારિતોષિક એનાયત કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

શિશુવિહારના ઉપક્રમે પ્રથમ પારિતોષિકથી, રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત ડો.નિખિલચંદ્ર દેસાઇને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજેલ. પત્રકાર અવિનાશ મણિયાર તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ ડો. બળવંતભાઇ જાની ની ઉપસ્થિતીમાં શિશુવિહાર પ્રાંગણમાં સવારે સાહિત્ય પ્રેમીઓ હાજર રહી હતી.

(11:20 am IST)