Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધોરાજી-જેતપુરની બે સગીરાને પ્રેમજાળમાં ફસાવી જીંદગી બગાડનાર મોટા ગુંદાળાનો ગોપાલ વેકરીયા ઝડપાયો

ધોરાજી,તા.૭: ધોરાજી નજીક મોટા ગુંદાળાના પટેલ શખ્શે લગ્ન કરી એક દિકરીનો પિતા બન્યા બાદ પણ જેતપુર અને ધોરાજીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ નાસી જનાર આરોપીને ધોરાજી પોલીસે અમદાવાદ ખાતે વોચ ગોઠવી આબાદ ઝડપી લઇ ધોરાજીમાં ત્રણ-ત્રણ દિકરીઓની જીંદગી બગાડનાર પટેલ શખ્સને ધોરાજીના પી.આઇ ઝાલાએ જાહેરમાં પાઠ ભણાવ્યા હતા.

મોટા ગુંદાળા ગામના પટેલ શખ્સ ગોપાલ બચુ વેકરીયા પટેલ ઉ.વ.૨૮ વોન્ટેડ હતો જેની હકીકત ધોરાજીના પી.આઇ.એેમ.વી.ઝાલા ને મળતા જેનુ લોકેશન અમદાવાદના જુહાપુરા ખાતે મોબાઇલ દ્વારા થતા અમદાવાદ ની પોલીસની મદદ લઇ આરોપી ગોપાલ બચુ વેકરીયા પટેલ (૨૮)ને આબાદ સગીર સાથે ઝડપી લીધો હતો.

બાદ ધોરાજી ખાતે લાવતા પી.આઇ.એમ.વી ઝાલાએ આરોપી ગોપાલ બચુ વેકરીયાની આગવી ઢબે પુછતાછ કરતા આરોપી ગોપાલ વેકરીયા ધોરાજીથી ૬ કિલોમીટર દુર જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહે છે અને તે પરીણીત છે અને એક દિકરીનો પિતા છે. પ્રથમ જેતપુર માં સગીરા ને ફસાવી નાસી ગયેલ હતો. જે કામમાં વોન્ટેડ હતો બાદ ધોરાજી ના વઘાસીયા ચોરા પાસે દરજી સગીરાને પ્રેમજાળમાં ફસાવી નાસી ગયેલ જેમાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં સગીરા ને ભગાડી જવાના કેસ મા આરોપી ગોપાલ વેકરીયા નાસતો ફરતો હતો.

જે બાબતે પી.આઇ.એમ.વી ઝાલા એ આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા અને મોબાઇલ ટ્રેસ દ્વારા આરોપી અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાં રહેતો હોવાનું માલુમ પડતા અમદાવાદ ની પોલીસ ની મદદ લઇ આબાદ ઝડપી લીધો હતો. અને સગીરા નો પણ સાથે લઇ ધોરાજી ખાતે સગીરાના ીપતાને દિકરી સોપી દીધી હતી.

આમ પરણીત યુવાને બ-ેબે સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીરાની જીંદગી બગાડતા ધોરાજી પોલીસે આરોપી પટેલ ગોપાલ બુચ વેકરીયા ઉ.વ.૨૮ને આઇપીસી કલમ ૩૬૩ા૩૬૬ મુજબ ઘરપકડ કરી અને ૩૭૬ અને પોસ્કો ની કલમનો ઉમેરો કરી ઘરપકડ કરી આરોપી બીજીવાર આવુ કૃત્ય ન કરે અને દિકરી ઓની જીંદગી ન બગાડે એ માટે ધોરાજીના પી.આઇ.એમ.વી.ઝાલા એ સ્ટાફ એ આરોપીને જાહેરમાં પાઠ ભણાવેલ હતો.

(11:18 am IST)