Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

બાબરામાં લાંબા સમયથી બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા તથા રોડની મરામત કરવા આવેદન

બાબરા તા. ૭ : જાહેર જનતાની સુખાકારીમાં વધારો કરવા અને પડતી મુશ્કેલી દુર કરવા ન્યુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાલિકાને આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આવેદનપત્રમાં જણાવેલ કે દયારામ સર્કલ ચોકમાં આવેલ સ્ટ્રીટ લાઇટ ટાવર લાંબા સમયથી બંધ હાલતમાં છે અને બાબરા શહેર મુખ્ય બજારથી નાગરીક બેંક ચોક તથા બુધવારી પુલ નજીક ભુર્ગભ ગટરના ખોદકામ બાદ રસ્તો જર્જરીત હોય આરસીસી રોડ બનાવવા તથા શિવાજી ચોક તરફ જતા પુલથી પોસ્ટ ઓફિસ સુધી રસ્તો આરસીસી બનાવવા તેમજ મેઇન બજારના વેપારી માટે જાહેર શૌચાલય બનાવવા સહિત સરકારી દવાખાના નજીકના શૌચાલયની નિયમિત સાફસફાઇ માટે રજૂઆત કરવામાં આવી છે.

ન્યુ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સર્વશ્રી શંભુભાઇ પાંચાણી, નરેન્દ્રભાઇ રાવળ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા.

(11:18 am IST)