Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

રર સંસ્થા અને ૩૦૦ થી વધુ કબ-બુલબુલ, સ્કાઉટ-ગાઇડ, રોવર-રેન્જર સન્માનીત

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા

ભાવનગર તા. ૭ : ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનાર સ્કાઉટ ગાઇડ રોવર-રેન્જર કબબુલબુલ તથા સંસ્થાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ દક્ષિણામૂર્તિ બાલમહારના રંગમંચ ખાતે વાલીઓ વિદ્યાર્થીઓ-આચાર્યો શાળા સંચાલકોની હાજરી વચ્ચે યોજાઇ ગયો.

સીટી ડી.વાય.એસ.પી.એમ.એચ.ઠાકર, નલિનભાઇ પંડિત, રમેશભાઇ મેદપરા, પિયુષભાઇ પારાશર્ય, બી.પી.જાગાણી, નિલાબેન ઓઝા, અચ્યુતભાઇ મહેતાની ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ ખરીકભાઇ કરનાર શાળા બી.એમ.વિરાણી પ્રા. શાળાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી રનીંગ શિલ્ડ તેમજ અન્ય સંસ્થાઓ અને ઉતમ ખરીકભાઇ કરનાર સ્કાઉટ ગાઇડ અને કબ-બુલબુલને સન્માનિત કરાયા હતા આ ઉપરાંત રાજયપાલ એવોર્ડ મેળવનાર પ્રથમ રેન્જર તથા સ્કાઉટ ગાઇડ, રાજય રેલીમાં ભાગ લેનાર અને ભાવનગરને રાજય કક્ષાએ ચેમ્પીયન બનાવનાર સ્કાઉટ ગાઇડ તેમજ શાળા કક્ષાએ શ્રેષ્ઠ પ્રવૃતિ કરનાર ત્રણ સંસ્થાઓ તથા સૌથી વધુ વિદ્યાર્થીઓને પ્રવૃતિમાં જોડનાર સંસ્થા સરદાર પટેલ એજયુકેશન ઇન્સ્ટીટયુટને સન્માનીત કરાયેલ.

(11:18 am IST)