Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

રેલ્વેમાં સૌપ્રથમ ભાવનગર ડિવીઝનમાં વીજબચત માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ

ભાવનગર, તા.૭: વિજ બચત માટે બે વખત રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મેળવનારા ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા વધુ એક કદમ આગળ વધી હવે બિલ્ડીંગ મેનેજમેન્ટ સીસ્ટમ કાર્યરત છે. જેથી વિજ બચત ક્ષેત્ર વધુ અસરકારક કામગીરી થઇ શકશે. હાલ આ પ્રેજેકટ રેલ્વેની ભાવનગરપરા સ્થિત કચેરીમાં પ્રાયોગીક ધોરણે હાથ ધરાયો છે. સફળ થયેલ અન્ય રેલ્વે સ્ટેશનનો પણ પ્રોજેકટ તળે આવરી લેવાશે.

ભાવનગર રેલ્વે મંડળના કાર્યાલયની તમામ કચેરીના હાલ બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ કમર્યરત કરાઇ છે. જેથી કાર્યલયની કઇ કચેરીમાં કેટલો વિજ વપરાશ થઇ રહયો છે. તેનો રીયલ ટાઇમ સાથે સંપૂર્ણ ડેટા મળી રહેશે. રેલ્વેના સંબધીત અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજળી બિનજરૂરી વપરાશ અને વેડફાટ થતા અટકાવવા આ પ્રોજેકટ સીસ્ટર મુખ્ય ઉદેશ છે. આ સીસ્ટમથી કચેરી દીઠ સેન્સર મારફત વીજ વપરાશના ડેટા જીપીઆરએસ દ્વારા સરવરમાં પહોંચશે. અને વિજ વપરાશની વિગત જાણી શકાશે. આના આધારે મોનટરીંગ શકય બનશે. કઇ કચેરીમાં કેટલો કેટલો વિજ વપરાશ કયા સમયે અને કયારે થતો તે આ સીસ્ટમથી જાણી શકાશે અને વિજ વપરાશ અંકુશ મુકાશે ઉદોખનીય છે. કે ભાવનગર ડિવીઝનના ૧૪૧ રેલ્વેસ્ટેશનનો પર એલ.ઇ.ડી. લાઇટ લગાવી વીજ બચત માટે તથા પર્યાવરણનું સરંક્ષણ કરવા સરાહનીય ભાવનગર રેલ્વે ડીવીઝને કરી છે.

(11:17 am IST)