Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ગોંડલમાં ઉજાલા લેમ્પ અને ટયૂબલાઇટનું વેચાણ બંધઃ લોકોને ૧ માસથી ધક્કા

ગોંડલ તા. ૭ : પીજીવીસીએલ કચેરીએ છેલ્લા એક માસથી ઉજાલા લેમ્પ, પંખા અને ટયૂબલાઇટનું વેચાણ બંધ થયેલ હોય પ્રાંત અધિકારી કલેકટર તેમજ ગાંધીનગર રજૂઆત કરવામાં આવી હતી.

શીશકના બાવનજીભાઇ ભગવાનજીભાઇ પ્રાંત અધિકારી કલેકટર ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર ઉર્જા મંત્રી ગાંધીનગરને પત્ર લખી ફરિયાદ કરી છે કે, સ્ટેશન પ્લોટ ખાતે આવેલ પીજીવીસીએલની કચેરીમાં છેલ્લા એક માસથી ઉજાલા પંખા અને ટયૂબલાઇટ વેચાણ બંધ થયેલ છે. દૂર દૂરથી આવતા ગ્રાહકો વારંવાર ધક્કા ખાઇ હેરાન પરેશાન થઇ રહ્યા છે એટલું જ નહીં રોજિંદા સોથી પણ વધારે લોકો લેમ્પ બદલાવવા ધક્કા ખાઇ રહ્યા છે અને પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા પણ કોઇ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવી રહ્યો નથી વેચાણ કેન્દ્રનું શટર છેલ્લા ત્રીસ દિવસથી આપ્યું જ નથી તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી.

(11:17 am IST)