Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

કચ્છમાં દરગાહોમાં તોડફોડ-આગજનીઃ મુસ્લિમ સમાજની મહારેલી

સજ્જડ એકતા અને વિરાટ તાકાત પ્રદર્શનઃ ૧૦ દિવસનું અલ્ટીમેટમઃ આરોપીઓ ન પકડાઈ તો ઉપવાસ આંદોલન-ધરણા સહિતના કાર્યક્રમોઃ ભૂજ નજીક તાજેતરમાં શિવ મંદિરમાં પણ તોડફોડ કરી’તીઃ રેલીમાં હિન્દુ સમાજના આગેવાનો પણ જાડાયા

ભૂજઃ કચ્છમાં મુસ્લિમ ધર્મ સ્થાનોમાં થતી તોડફોડના વિરોધમાં આજે કચ્છમાં મુસ્લિમ સમાજે મહારેલી યોજીને ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ વિનોદ ગાલા-ભૂજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ :. કચ્છમાં દરગાહોમાં તોડફોડ અને આગજનીનાં બનાવોનાં વિરોધમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જાડાયા હતા.

આરોપીઓને પકડવાની માંગણી સાથે તિરંગા અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે મુસ્લિમ સમાજના હજારો લોકો ભૂજના ભીડનાકાથી ટાઉન હોલ સુધી શાંતિપૂર્ણ રેલીરૂપે આરોપીઓને કોઈપણ સંજાગોમાં શોધી લાવીને તેમની ધરપકડ કરવાની માંગણી સાથે વહીવટી તંત્ર સમક્ષ મુસ્લિમ સમાજની સજ્જડ એકતા અને વિરાટ તાકાતનું પ્રદર્શન કર્યુ હતું.

મુસ્લિમ સમાજની રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગત રાત્રીથી જ કચ્છ પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયુ હતુ અને ભૂજમાં ઠેર ઠેર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રેલીને ટાઉનહોલ પાસે અટકાવી દેવાય હતી જ્યાં જિલ્લા કલેકટર વતી ડે. કલેકટર નિતીન સાંગવાએ રૂબરૂ આવીને મુસ્લિમ સમાજનું આવેદનપત્ર સ્વીકાર્યુ હતું.

આવેદનપત્રમાં મુસ્લિમ સમાજે જણાવ્યુ છે કે, જા ૧૭મી સુધીમાં આરોપીઓ નહી પકડાય તો ઉપવાસ આંદોલન, ધરણા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

મુસ્લિમ સમાજના હોદેદારોએજણાવ્યું છે કે કચ્છ જિલ્લો સમગ્ર હિન્દુસ્તાનમાં કોમી એકતા અને ભાઇચારાનો સંદેશો આપતો જિલ્લો છે. આજે પણ આ જિલ્લામાં તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઇઓ હળી મળી રહે છે અને એકબીજાના ધાર્મિક તહેવારોમાં પણ ઉપસ્થિત રહેતા હોય છે. તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા કચ્છ જિલ્લામાં સૂફી સંતોની દરગાહોમાં તોડફોડ અને આગજનીના બનાવો બનેલ છે અને ભુજની બાજુમાં એક શિવ મંદિર પણ તોડવામાં આવ્યુ આનીપાછળ ચોકકસ એક રણનીતિ ભર્યુ ષડયંત્ર નજર આવી રહ્નાં છે.અમુક અસામાજિક તત્વોને કચ્છ જિલ્લાની કોમી એકતા આંખમાં કણાની જેમ ખૂંચે છે અને આવી ટોળકીઓ અવાર-નવાર ફેસબુક અને વોટસઅપ ઉપર તેમજ ઘણા જાહેર કાર્યક્રમોમાં પણ મુસ્લિમ સમાજ વિરૂધ્ધ ભડકાઉ ભાષણો કરેલ છે જે કચ્છ જિલ્લાનું પોલીસ તંત્ર આ ટોળકીથી વાકેફ છે.

તેમ ગુજરાત પ્રદેશ કોîગ્રેસ સમિતિ ગાંધીગ્રામ (કચ્છ)ના મંત્રી હાજી જુમા રાયમાએ યાદીમાં જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે યોજાનાર રેલીમાં કચ્છના હિન્દુભાઇઓને તથા તમામ હિન્દુ આગેવાનોને પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી આ રેલીમાં જાડાય અને મુસ્લિમ સમાજની લાગણીને પોતાનું સમર્થન આપે જયારે - જયારે કચ્છમાં હિન્દુ ભાઇઓને કોઇ દુઃખ કે લાગણી દુભાવની ઘટના બની છે. ત્યારે  કચ્છના મુસ્લિમ સમાજના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો આગળ આવ્યા છે.(૨-૨૫)

(2:26 pm IST)