Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જૂનાગઢ જિલ્લાની વિકાસ વાટીકાનું જયેશભાઇ રાદડિયાના હસ્તે વિમોચન

 જૂનાગઢ તા.૭ : જૂનાગઢ જિલ્લાની વર્ષ ૨૦૧૭-૧૮ની વિકાસ વાટીકા પુ્સ્તિકાનું આજે પ્રભારી મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું. જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત આ પુસ્તિકામાં જિલ્લાના પ્રવાસન સ્થળો અને જિલ્લાના ઉત્સવ અને મેળાની લોક ઉપયોગી માહિતી ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલા વર્ષ ૨૦૧૬-૧૭ના વિકાસ કામોની માહિતી સચિત્ર ફોટોગ્રાફ સાથે આપવામાં આવી છે. જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવી છે. આ પુ્સ્તિકામાં આપવામાં આવેલી માહિતીથી જિલ્લાના લોકો વિકાસ કાર્યોથી વાકેફ થશે. આ પ્રસંગે અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણી, નાયબ માહિતી નિયામક શ્રી રાજુભાઇ જાની, જિલ્લા આયોજન અધિકારી શ્રી વી.બી. માંડલીયા, ડી.આર.ડી.એ. નિયામક શ્રી જે.કે.ઠેસીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૩)

(10:08 am IST)