Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જુનાગઢ જિલ્લામાં બક્ષીપંચ વસતીવાળા વિસ્તારોમાં ખાસ યોજના અંતર્ગત રૂ. ૪૫ લાખના વિકાસ કામો કરાશે

 જૂનાગઢ તા.૭ : રાજય સરકાર દ્વારા જિલ્લા આયોજન હેઠળ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોની વસતી હોય તેવા ગામોમાં તે વસાહતના એરીયામાં રૂટીન ઉપરાંત ખાસ યોજના હેઠળ વિકાસના કામો કરવાની યોજના જાહેર કરવામાં આવી છે.

આ યોજનાની જૂનાગઢ જિલ્લામાં અમલવારીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના તમામ ૯ તાલુકામાં તાલુકા દીઠ રૂ.૫ લાખના વિકાસના કામો કરવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ રૂ.૧ લાખ અપાતા હતા હવે રૂ.૫ લાખની ગ્રાન્ટ તાલુકાઓને ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે વિકાસના આ યોજના હેઠળના કામો મંજુર કરવામાં આવેલ છે. જેમાં પેવર બ્લોક, સીસી રોડ, પાણીનો બોર અને મોટર અને અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

(10:07 am IST)