Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ખેડૂતોની પાક ઉત્પાદન ગુણવત્તાયુકત અને મૂલ્યવર્ધીત કરવું પડશેઃ આર.સી.ફળદુ

જુનાગઢ ખાતે ૧૪મો કમ્બાઇન્ડ જોઇન્ટ એગ્રેસ્કો વર્કશોપમાં વર્ષ દરમિયાન થયેલ : સંશોધનોની વેરાયટીઓની ભલામણો અને ટેકનોલોજીકલ ભલામણોને અપાઇ માન્યતા

જૂનાગઢ તા.૭ : ગુજરાતમાં આવેલ જુનાગઢ આણંદ, નવસારી અને સરદાર કૃષિનગર ખાતે આવેલકૃષિ યુનિવર્સીટીઓ તથા કામધેનું યુનીવર્સીટીના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનો ઉપર ચર્ચા કરવા માટે કૃષિ યુનીવર્સીટી કેમ્પસમાં મીટીંગ ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં આશરે ૧૬૦ કૃષિ અને વેટનરી ફિલ્ડના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. જુદી જુદી કૃષિ યુનિવર્સીટીઓના વૈજ્ઞાનિકો એક સાથે મળીને સંશોધન કાર્યના પરિણામો બાબતે કરી રાજયની ચારેય કૃષિ યુનિવર્સિટી નાં વૈજ્ઞાનિકશ્રીઓ છેલ્લા એક વર્ષમાં કરેલ સંશોધનની રૂપરેખા રજુ કરી હતી.

ત્રિદિવસીય કાર્યશિબીરનાં સમાપન સમારોહમાં રાજયનાં કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ઉપસ્થિત વૈજ્ઞાનીકોને સંબોધતા જણાવ્યુ હતુ કે જૂનાગઢનાં આંગણે રાજયની ચારેય યુનિ.નાં સંશોધન વૈજ્ઞાનીકોએ એક છત્ર તળે એકત્રીત થઇને સમુહ વિચાર મંથન કરી કૃષિક્ષેત્રે શું નવુ કરી શકાય અને શું કર્યુ તે બાબતે સમીક્ષા કરી તે જ સુચવે છે કે સંગઠન ત્યાં શકિત અને એક સુત્રતા ત્યાં પરિણામ,  રાજયની આબોહવા અને પ્રતીકુળ પરીબળોમાં ખાતર અને જંતુનાશક દવાનાં વિવેકપુર્ણ ઉપયોગ સાથે સંશોધિત બીયારોણોની ખેતરમાં વાવણી કરી ધરતીમાતાનાં ખોળેથી કણમા;થી મણ પેદા કરતા કીસાનોને વૈજ્ઞાનીકોની ભલામણો કૃષિ ઉત્પાદન બમણુ કરવા અને તેમની આવકની વૃધ્ધી કરવા માટે ઉપયોગી પુરવાર થશે. મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે પરંપરાગત ખેતી માંથી ખેડુત બહાર આવે તે દીશમાં સહિયારી ચિંતા સેવી ઉત્ત્।મ પરિણામો હાંસલ કરશુ.રાજયનાં ધરતીપુત્રોએ ખેતરની જમીનની તાસીર પારખીને સોઇલ હેલ્થકાર્ડની ભલામણોને અનુસરીને પાકને પોષક તત્વો પરુા પાડી ખેતી ખર્ચ નિવારી રહ્યા છે. આ તકે મંત્રીશ્રીએ કૃષિ વૈજ્ઞાનીકોને અભિનંદન પાઠવ્યા હતા.  

કૃષિ ક્ષેત્રનાં  સંશોધનમાં ધાન્ય પાકો, તેલીબીયાનાં પાકો, કઠોળ વર્ગનાં પાકો તેમજ ફળ-શાકભાજીનાં પાકો, કૃષિ ઈજનેરી તેમજ પશુ ચિકિત્સાલય ક્ષેત્રે થયેલ ખેડૂતો અને વૈજ્ઞાનિકોની ઉપયોગી થાય તેવા સંશોધન તદઉપરાંત પશુ-પાલન અને મત્સ્ય પાલન ક્ષેત્રે ખેડૂત ઉપયોગી થયેલ સંશોધનનું તારણ ચારેય કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો સાથે મળી રજુ કર્યા હતા. જેમાં સર્વ  સંમતિથી માન્ય થયેલ ભલામણો અને ખેડૂત ઉપયોગી ભલામણોને માન્યતા આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન આણંદ યુનિ.નાં કુલપતિ ડો. એન.સી.પટેલ, દાંતીવાડા સરદાર પટેલ કૃષિનગર યુનિ.નાં કુલપતિ ડો. અશોક પટેલ, નવસારી યુનિ.નાં કુલપતિ ડો. ડાંગરીયા, કામધેનુ યુનિ.નાં ડો. વાટલીયા અને જૂનાગઢનાં ડો. પાઠકે કૃષિ યુનિ.નાં સંશોધનો અને ભલામણોનો ચિતાર રજુ કર્યો હતો.

મંત્રીશ્રીના હસ્તે કૃષિ યુનિ. દ્વારા સંપાદિત કૃષિ વિષયક પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારાપશુપાલન વ્યવસાયમાં આવક બમણી કરવાના વૈજ્ઞાનીક સુચનો વિષયે તૈયાર કરાયેલ ડીવીડીનું વિમોચન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમ પ્રારંભે મંત્રીશ્રીએ રાજયની ચાર કૃષિ અને એક કામધેનું યુનિ દ્વારા સંશોધિત ભલામણોનો ચિતાર રજુ કરતા પ્રદર્શની સ્ટોલની રૂબરૂ મુલાકાત લઇ વૈજ્ઞાનીકોની ઉત્પાદિત ખેતપેદાશોની જાણકારી મેળવી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિનાં સંશોધન નિયામક ડો. વી.પી. ચોવટીયાએ સ્વાગત કરી મહાનુભાવોને આવકાર્યા હતા. કાર્યક્રમનું આભાર દર્શન આણંદ કૃષિ યુનિનાં સંશોધન નિયામક ડો. કે.બી.કથીરીયાએ કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી ભટ્ટે સંભાળ્યુ હતુ. આ તકે ચારેય યુનિ.ના કૃષિ વૈજ્ઞાનીકો, કૃષિ તજજ્ઞો, કૃષિ ક્ષેત્રે અભ્યારત છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩)

(10:07 am IST)