Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં 19  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,27,828 સેમ્પલ લેવાયા છે

(10:49 pm IST)
  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST

  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • સવારના પહોરમાં જમ્મુ-કાશ્મીરના ડોડા પંથકમાં ભૂકંપના હળવા આંચકા : જમ્મુ-કાશ્મીરના ડોડા જીલ્લામાં આજે ૪.૪૦ મિનિટે ૨.૯ મેગ્નિટ્યુડની માત્રાના ભૂકંપના આંચકા આવ્યાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે. access_time 11:01 am IST