Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

હળવદના માથકના વતની ડીસીપી રાજદીપસિંહ ઝાલાને દિલ્હીમાં ઈ-રક્ષા એવોર્ડ એનાયત કરાશે

વતન માથક અને અમદાવાદ પોલીસમાં ખુશીનો માહોલ

 

હળવદના માથક ગામના વતની અને હાલ અમદાવાદમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ઝાલાને ઈ રક્ષા એવોર્ડ એનાયત કરવામાં આવશે આગામી દિવસોમા દિલ્હી ખાતે યોજાનાર ફંક્શનમાં તેમને એવોર્ડ એનાયત કરાશે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દિલ્હી દ્વારા દર વર્ષે સીસીટીએનએસ હેકથોન અને સાયબર ચેલેન્જ ૨૦૨૦ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના માથક ગામના વતની અને અમદાવાદ ફરજ બજાવતા ડીસીપી રાજદીપસિંહ ઝાલાને ઈ રક્ષા એવોર્ડ ટ્રેક 3 એવોર્ડ એનાયત કરાશે આ એવોર્ડમાં ત્રણ નામો પૈકી રાજદીપસિંહ ઝાલાની પ્રથમ પસંદગી થઇ છે

આગામી તા. ૧૨ માર્ચના રોજ દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે ત્યારે તેમના વતન માથક અને અમદાવાદ પોલીસમાં ખુશીનો માહોલ છે

 

(1:10 am IST)