Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

કોરોનાના તાપ સામે આધ્યાત્મિક તપ,કુંડળધામમાં ૧ મહિનો હોમાત્મક યજ્ઞ

જનમંગલ માટે હોળીથી પ્રારંભ : જ્ઞાનજીવનદાસજી સ્વામીની ઘોષણા

રાજકોટ,તા. ૭ :  બોટાદ જિલ્લામાં સારંગપુર નજીક આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ ધર્મસ્થાન કુંડળધામ ખાતે કોરોના સામે લોકોના રક્ષણ માટે અને જનમંગલના હેતુથી તા. ૯ સોમવાર હોળીના દિવસથી સળંગ ૧ મહિનો શ્રી હરિશાંતિ યજ્ઞ યોજવાની જાહેરાત સંસ્થાના વડાશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કરી છે. ભૂતકાળમાં પણ કુંડળધામમાં લાંબા ગાળાનો યજ્ઞ ઉત્સવ યોજાયો હતો.

સ્વામીજીના જણાવ્યા મુજબ વિશ્વમાં કોરોના વાઇરસે ભય ફેલાવ્યો છે. ભારતના અમુક રાજયોમાં તેના શંકાસ્પદ કેસ દેખાયા છે. આપણા રાજય કે દેશમાં કોઇ કોરોનાનો ભોગ ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરવા તેમજ આર્થિક મંદી સહિતની લોકોની સમસ્યાને મીટાવવા ભગવાનને પ્રાર્થના રૂપ હોમાત્મક યજ્ઞ અને જય યજ્ઞનું આયોજન કરેલ છે. સર્વમંગલ માટે યજ્ઞમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે શુધ્ધ ઘીની આહુતિ અપાશે.

કુંડળધામમાં લાંબા સમયથી જ્ઞાનયજ્ઞ અને શ્રમયજ્ઞ (સેવા) ચાલે છે. ફાગણ સુદ પૂનમથી એક મહિલા સુધી શ્રી હરિશાંતિ યજ્ઞ ચાલશે. ભગવાન શ્રી હરિ સર્વદુઃખોથી જીવોનું રક્ષણ કરે તે માટે જય થશે. પાંચ યજ્ઞ કુંડ બનાવશે. એક યજ્ઞકુંડમાં પાંચ-પાંચ દંપતિ વિધિમાં ભાગ લઇ શકશે. સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી યજ્ઞ ચાલશે. જેમાં બેસનારા દંપતિઓ સમયાંતરે બદલાતા રહેશે.

દરરોજના ૮૦ દંપતિઓ યજ્ઞમાં જોડાય તેવું આયોજન છે. જરૂર પડયે યજ્ઞ કુંડની સંખ્યા વાધરવાનું પડયે યજ્ઞ કુંડની સંસ્થા વધારવાનું વિચારાશે. યજ્ઞના યજમાન બનવા માટે કોઇ શુલ્ક ફરજીયાત નથી. ભકતો ઇચ્છે તો સ્વૈચ્છિક યોગદાન આપી શકે છે. નામ નોંધાવવા તથા વધુ માહિતી માટે મો. ૯૬૦૧ર ૯૦૦૯ર  અથવા ૯૬૦૧ર ૯૦૦૧ર અથવા ૯૬૦૧ર અથવા ૯૬૦૧ર ૯૦૦૧પ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(4:14 pm IST)