Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

મોરબી એલઇ પોલીટેકનીક કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેશ

 મોરબીઃ મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ સામાન્ય જનતાને માહિતગાર કરવા મોરબીની એલ ઈ પોલીટેકનીક કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમાં મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યો છે.સાયબર ક્રાઈમની અવેરનેસ વધે તેવા હેતુથી સાયબર ક્રાઈમ અવેરનેશ પ્રોગ્રામ એસપી કચેરી સાયબર સેલ મોરબી તથા એલ ઈ કોલેજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડીપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે યોજાયો હતો જે અનુસંધાને એલ ઈ પોલીટેકનીક કોલેજ ખાતે સાયબર એન્ડ્રોઈટ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પીએસઆઈ પી ડી પટેલ, પીએસઆઈ એ ડી જાડેજા, પીએસઆઈ એમ એન કંડીયાના ઉપરાંત કોલેજના આઈટી વિભાગના હેડ એન એ ફાટકે, સીતાપરા સાહેબ અને વાળા સાહેબ દ્વારા સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(11:41 am IST)